<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

સાયબર ફ્રોડનો ભોગ બનનારા સાત અરજદારોના ૧.૨૮ લાખ પરત અપાવતી પોલીસ

એ.ડીવીઝન પોલીસના પી.આઇ. આર.જી. બારોટ તથા ટીમની કામગીરી

રાજકોટ તા.૩: સોશિયલ મીડીયામાં જુદ-જુદી લોભામણી સ્‍કીમો આપી ગઠીયાઓ લોકોને પૈસાની લાલચ આપી અથવા અન્‍ય પ્રકારે વિશ્‍વાસમાં લઇને ઓનલાઇન ફ્રોડ કરતા હોવાની ફરિયાદો સાયબર પોલીસ મથકમાં આવતા પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશકુમાર ઝાએ ઓનલાઇન ફ્રોડ થી રૂપિયા ગેમાવેલ હોઇ તેવા અરજદારોને પૈસા પરત અપાવવા સુચના આપતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમના ઇન્‍ચાર્જ હેડકોન્‍સે જયેન્‍દ્રસિંહ પરમાર, કોન્‍સ. અમીતભાઇ તથા મનીષભાઇ સહિતે ટેકનીકલ એનાલીસીસ કરી અરજદાર અજયભાઇ મનસુખભાઇ શીયાળે ઇન્‍સ્‍ટાગ્રામમાં લોભામણી સ્‍કીમમાં ગુમાવેલા રૂા.૯૦૦૦ તથા ક્રેડીટકાર્ડમાંથી ગુમાવનાર મોૈલીકભાઇ રાજેશભાઇ વોરાના રૂા.૧૨,૦૮૩, કરીયાણાની દુકાનમાંથી માલસમાનનો ઓર્ડર લખવી વેપારી ઢાલુમલ આસુદામલ છજ્જવાણીના રૂા.૨૬,૬૦૦, ફેસબુકમાંથી ક્રીપ્‍ટોકરન્‍સીની સાઇટમાં ગઠીયાએ પૈસા કમાવવાની લાલચ આપી અક્ષરભાઇ મુકુંદભાઇ વાઢેરે ગેમાવેલ રૂા.૧૦,૩૧૯, હોટલ બુકીંગના નામે શીલ્‍પેશભાઇ દેવેન્‍દ્રભાઇ ઠારએ ગુમાવેલા રૂા.૧૪,૧૮૦, હોસ્‍પિટલમાં ઇમરજન્‍સીના કામે પૈસા જમાં કર્યા છે. તેવો ખોટો ફેક મેસેજ કરી મનીષભાઇ વસંતરાયભાઇ ચંચળે ગુમાવેલા રૂા.૧૬૦૦૦ અને ઇન્‍સ્‍ટાગ્રામમાં બીટકોઇનમાં રોકાણ કરી પૈસા કમાવવાની લાલચ આપી ધવલભાઇ હરસુખભાઇ સીતાપરાના રૂા.૪૦,૦૦૦ પરત અપાવ્‍યા હતા.

(3:53 PM IST)