News of Friday, 5th July 2024
ખીરસરા(રણમલજી)ના ‘અકિલા' ના પત્રકાર ભીખુપરી ગોસાઇની સુપુત્રીનું શુભ વૈવિશાળઃ ચિ.દિવ્યા : ચિ.દશરથગીરી

‘‘અકિલા'' ના મોભી અમારા માર્ગદર્શક કિરીટ કાકાને ખીરસરાના પત્રકાર ભીખુપરી ગોસાઇએ દિકરીના શ્રીફળ વિધી સગાઇનું આમંત્રણ આપ્યું હતું આ તકે પુત્ર નિખીલ ગોસાઇ તેમજ ભાણેજ દિપેન ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ : કાલાવડ રોડ ઉપર આવેલા લોધીકા તાલુકાના ખીરસરા (રણમલજી) ગામનાં ‘અકિલા' ના પત્રકાર શ્રી ભીખુપરી મોહનપરી ગોસાઇ અને કૈ. વા. અનસોયાબેન ગોસાઇના સુપુત્રી ચિ. દિવ્યાનું શુભ વેવિશાળ રાજકોટ નિવાસી કૈ. વા. બીનાબેન, દક્ષાબેન તથા કૌશિકગીરી ત્રિકમગીરી ગોસાઇના સુપુત્ર ચિ. દશરથગીરી સાથે તા. ૭-૭-ર૪ ને રવિવારે અષાઢી બીજના દિવસે નિરધારેલ છે.
શુભ વેવિશાળ માટે કૈ.વા. અનસુયાબેન ભીખુપરી ગોસાઇ અને કિશોરપરી મોહનપરી ગોસાઇએ અંતરીક્ષમાંથી આશિર્વાદ પાઠવ્યા છે.
આમંત્રીતોને ભીખુપરી મોહનપરી ગોસાઇ, નિખીલપરી ભીખુપરી ગોસાઇ, વિરલપરી કિશોરપરી ગોસાઇ, આશિષપરી કિશોરપરી ગોસાઇ સહિત ગોસાઇ પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.
(11:05 AM IST)










