News of Friday, 5th July 2024
નવયુગપરામાં અગાઉના મનદુઃખના કારણે બે પરિવાર વચ્ચે ધબબધાટીઃ ઇંટો અને સોડા બોટલોના ઘા કર્યા
એ-ડીવીઝન પોલીસમાં સંગીતા મુછળીયા ની પાડોશી ભરત, નિરંજન, કિશોર અને રાહુલ સામે તથા સામા પક્ષે ભરત ઉર્ફે બબુની પાડોશી પ્રદિપ રવજી, પ્રેમજી અને જયદીપ સામે ફરિયાદ

રાજકોટઃ તા.૫: શહેરના નવયુગપરામાં અગાઉના મનદુઃખના કારણે બે પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ બંને પરિવાર વચ્ચે ઝધડો થતા ઇંટો તથા સોડા બોટલોના સામસામાં ઘા કરતા એ-ડીવીઝન પોલીસમં સામસામી ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નવયુગપરા શેરી નં. ૨ માં રહેતી સંગીતા રવજીભાઇ મુછળીયા (ઉ.વ. ૨૫) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ઘર પાસે રહેતા ભરત ઉર્ફે બાબુ કેશુભાઇ વાઘેલા નીરંજન ઉર્ફે હપુ કેહુભાઇવાઘેલા કિશોર વાઘેલા અને રાહેુલ કિશોરભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. સંગીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઘરે થી ઇમીટેશનનું કામ કરે છે. પરમદિવસે પોતે ઘરની બહાર કચરો નાખવા માટે નીકળી ત્યારે પોતાની શેરીમાં રહેતો નિરંજન ઉર્ફે બાબુ પોતાના ઘર પાસે નીકળી ને ગાળો બોલતો હોઇ તેથી પોતે ઘરમાં જતી રહી બાદ રાત્રે પોતાનો ભાઇ પ્રદિપ કામ પરથી ઘરે આવતા પોતે તેને વાત કરી હતી બાદ પોતાના માસી શોભના બેન અને તેનો દીકરો જયદીપ રાઠોડ પોતાના ઘરે બેસવા આવ્યા હતા. ત્યારે પોતાનાભાઇ પ્રદિપને માસીના દીકરા જયદીપનો ફોન અવેલ કે હું મારા મમ્મીને ઘરે ઉતારીને નાસ્તો લેવા ગુંદાવાડીમાં ગયો ત્યારે તમારી શેરીમાં રહેતો નીરંજન ઉર્ફે હપુ વાઘેલા તેનો ભાઇ ભરત ઉર્ફેબાબુ બંને મારી પાસે આવીને મને ઝાપટ મારીને કહેલ કે તારા માસીનો દીકરો પ્રદિપ અમારી સાથે અવાર-નવાર શું ઝઘડો કર્યા કરે છે. તેમ કહી મને ગાળો આપવા લાગતા હું ત્યાંથી નીકળી ગયો હતો. તેમ વાત કરતા પોતાનાભાઇ પ્રદિપે માસીના દીકરા જયદીપને પોતાના ઘરે બોલાવતા જયદીપ ઘરે આવી ને બનાવ બાબતે વાત કરી હતી. અગાઉ આ નીરંજન એકાદ મહિના પહેલા શેરીમાં ગાળો બોલતો હોઇ ત્યારે તેને ગાળો બોલવાની ના પાડતા તે બાબતનો ખારરાખી માસીના દીકરા ને ઉભો રાખી ઝાપટ મારી હતી આ બાબતે પોતાના પિતા રવજીભાઇ ભાઇ પ્રદિપ તથા મોટાબાપુ પ્રેમજીભાઇ અને માસીનો દીકરો જયદીપ રાઠોડ નીરંજન ઉર્ફે હપુ વાઘેલાના ઘરે સમજાવવા જતા હતા. ત્યારે ભરત ઉર્ફે બાબુ વાઘેલા તેનો ભાઇ નિરંજન ઉર્ફે તેના કાકા કિશોર વાઘેલા અને રાહુલ વાઘેલા તેના ધભરનો ત્રીજા માળે અગાશીપર ચડીને ગાળો બોલી સોડા બોટલના શેરીમાં ઘધા કરવા લાગ્યા હતો અવાજ થતા પોતે તથા માતા અને નાની બહેન વૈશાલી ઘરની બહાર શેરીમાં નીકળતા શેરીમાં આ લોકો સોડા બોટલના ઘારકરતા હોઇ તેમાં કાચ ઉડીને વૈશાલીના પગમાં લાગતા ઇજા થઇ હતી. બાદ વૈશાલીને ૧૦૮ મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જયારે સામાપક્ષે ભરત ઉર્ફે બાબુ કેશુભાઇ વાઘેલા (ઉ.વ. ૨૭) એ પ્રદિપ રવજી મુછડીયા રવજી,માવજીભાઇ મુછળીયા પ્રેમજી માવજીભાઇ મુછળીયા અને જયદીપ મોહનભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગઇકાલે રાત્રે પોતે નાસ્તો લેવા માટે એકટીવાલઇને ગુંદાવાડીમાં ગયો હતો ત્યારે બલદેવ હોટલ પાસે પહોંચતા પોતાની શેરીમાં રહેતો પ્રદિપ રવજીભાઇ મુછળીયાના માસી નો દીકરો જયદીપ રાઠોડ તેનું એકસેસ લઇને પોતાની પાછળ આવતો હોઇ અને હોર્ન મારતો હોઇ તેથી પોતે તેને કહેલ શા કારણે હોર્ન મારે છે. તેમ કહેતા આ જયદીપ ઉભા રહી પોતાને પોતાને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો જેથી પોતે પોતાના ઘરે જતો રહયો હતો. ત્યારબાદ પોતાનાભાઇ નીરંજનને તથા કાકા કિશોરભાઇ અને તેનો દીકરો રાહુલ ઉર્ફે કારો વાઘેલા બધા ઘરની અગાશી પર જોવા માટે ચડતા શેરીમાં પોતાના ધરપાસે પ્રદિપ તેના પિતા સહિત ચારેય ગાળો બોલતા બોલતા ઘરપાસે આવતા હોઇ અને જયદીપ ને ગાળો આપી ઝઘડો કરી તુ અને તારો ભાઇ અમારી સાથે અવાર-નવાર ઝઘડો કરો છો કહી ગાળો આપતા તેને ગાળો આપવાની ના પડતા ચારેયે ઘરપાસે ઇંટો સોડા બોટલના ઘા કરતા પોતે પોલીસ કંટો્રલમાં ફોન કરતાપોલીસની ગાડી આવી જતા ચારેય ભાગી ગયા હતા બાદ પોતે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એ.એસ.આઇ. કે.કે.માઢકે તપાસ હાથ ધરી છે.
(2:25 PM IST)










