<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

બેડી માર્કેટયાર્ડના ચેરમેન પદે ફરી જયેશ બોઘરા : વાઇસ ચેરમેન વિજય કોરાટ જુઓ વિડિયો

પાર્ટીનો મેન્‍ડેટ નરેન્‍દ્રસિંહ જાડેજાએ જાહેર કર્યો : જામનગરના રજીસ્‍ટ્રાર નિર્મળસિંહ ગોહિલે ચૂંટણી અધિકારીની ભૂમિકા કરી : સાવલિયાની ઇચ્‍છા અધૂરી પણ પાર્ટીનો નિર્ણય સૌને શિરોમાન્‍ય : રાદડિયા જૂથનું વર્ચસ્‍વ યથાવત

રાજકોટ : ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ બેડી માર્કેટયાર્ડના નવા બધા પદાધિકારીઓની ચૂંટણી આજે સવારે યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્‍ટ્રાર શ્રી નિર્મળસિંહ ગોહિલની હાજરીમાં યોજાયેલ. જેમાં ચેરમેન તરીકે જયેશ બોઘરા ફરીથી ચૂંટાયા છે. પ્રથમ અઢી વર્ષ બાદ બીજા અઢી વર્ષ માટે તેમને ચેરમેન તરીકે કામ કરવાની તક મળે છે. વાઇસ ચેરમેન પદમાં બદલાવ આવ્‍યો છે વસંતભાઈ ગઢીયા ના સ્‍થાને તરીકે વિજય કોરાટની વરણી કરવામાં આવી છે. ભાજપે સેન્‍સ લીધા બાદ કરેલી પસંદગીની જાહેરાત આજે ચૂંટણી પૂર્વે સભ્‍યોની બેઠકમાં રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા એ કરી પાર્ટી હતી તે નામનો મેન્‍ડેટ આપ્‍યો હતો. સહકારી ક્ષેત્રમાં વધુ એક વખત જયેશ રાદડિયા જૂથનો દબદબો રહ્યો છે. બધાએ પાર્ટીનો નિર્ણય સ્‍વીકારી બંનેને બિનહરીફ ચૂટી કાઢયા હતા. સેન્‍સ વખતે ચેરમેન પદ માટે જયેશ બોઘરા અને વિજય કોરાટ ઉપરાંત પરસોત્તમ સાવલિયાએ મજબૂત દાવો કરેલ. ચેરમેન બનવાની તેમની ઇચ્‍છા અધૂરી રહી છે પણ પાર્ટીનો નિર્ણય શિરોમાન્‍ય ગણ્‍યો છે. ફરી ચેરમેન બનેલા જયેશ બોઘરાએ વિતેલા વર્ષોની જેમ આવતા વર્ષોમાં પણ ખેડૂતો અને સંબંધિત સૌના હિતમાં કામ કરવાનું વચન આપ્‍યું છે. યાર્ડ ખાતે આજે બંને નવા પદાધિકારીઓને વધાવવા ટેકેદારો ઉમટ્‍યા હતા. ફુલહાર કરી શુભેચ્‍છાનો વરસાદ વરસાવ્‍યો હતો.(તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:05 PM IST)