તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 5th July 2024
૭૫ વર્ષની ડોશીને જવું છે અમેરિકા..અને સર્જાય અનેક હાસ્યસભર ઘટનાઓ..ન ચૂકવા જેવું નાટક
રાજકોટ ની રંગભૂમિ પર સામાન્ય કૉમેડી નાટકો કરતા કંઇક અનોખી કૉમેડી જોવાની તક

રાજકોટ : મંગળવાર તા. ૯ જુલાઈએ હેમુ ગઢવી હોલ ખાતે ,રાજકોટની રંગભૂમિ માટે, નાટયરસિકો માટે ઍક અનોખો અને અપૂર્વ પ્રયોગ થવા જઈ રホા છે. ૧૦૨ નોટઆઉટ ફિલ્મ જેમના નાટક પરથી બની,જેમણે ઍમાં સ્ક્રિપ્ટ લખી ઍ જાણીતા-નિવડેલા ગુજરાતી નાટય સર્જક સૌમ્ય જોશીનું લિખિત - દિગ્દર્શિત નાટક ‘‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ'' રાજકોટમાં ભજવાશે.
નાટક નું મુખ્ય આકર્ષણ, નાટક નો તદ્દન હળવો મિજાજ છે .ઍક જ પોળ માં રહેતા પોળ વાસીઓ ડોશીના અમેરિકા જવાના સપના ને પૂરું કરવા કેવા ખંત થી જોડાય જાય છે ને સર્જાય છે મન પ્રફુલ્લિત કરી દેતું હાસ્ય.. આ નાટક વિષે નાટક ના લેખક દિગ્દર્શક અને ગુજરાતી રંગભૂમિ ના અત્યંત નીવડેલા નાટય સર્જક શ્રી સૌમ્ય જોશી કહે છે કે દરેક સારા , વર્સેટાઈલ અભિનેતાઓ માં -વાહિતા હોવી ખુબ જરૂરી છે. નાટકમાં ડોશીનું પાત્ર ભજવતી જીજ્ઞા વ્યાસ ‘વેલકમ જિંદગી' નાટકમાં પ્રૌઢા બને, ‘આજ જાને કી ઝિદ ના કરો' નાટકમાં ગણિકા ઍટલે કે રૂપજીવીનીનું પાત્ર ભજવે કે આ નાટક માં ૭૫ વર્ષ ની ડોશીનું પાત્ર ભજવે, દરેક પાત્ર ને પૂરતો ન્યાય આપવા જીજ્ઞા અણથક પ્રયત્નો કરતી હોય છે. અને માટે જ જીજ્ઞા દરેક પાત્ર માં ઍટલી સહજતા થી ઍકાકાર થઇ જાય છે જાણે કે પરકાયા પ્રવેશ કર્યો હોય !
અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લા કેટલાયે વર્ષો થી માત્ર ગુજરાતી અને મુંબઈ ની ગુજરાતી રંગભૂમિ ને નહિ બલ્કે પોતાની ઓડિયન્સ ને પણ નવેસર થી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંયે સહજતા પૂર્વક કરી રホા છે. વેલકમ જિંદગી , આજ આજને કી ઝિદ ના કરો અને ૧૦૨ નોટ આઉટૅ જેવા મૌલિક, સ્તરીય અને અત્યંત સફળ થયેલા નાટકો હોય , કે ૧૦૨ નોટ આઉટ પર થી અમિતાભ બચ્ચન અને રૂષિ કપૂર અભિનીત ઍ જ નામે બનેલી ફિલ્મ નું સ્ક્રિપ્ટ રાઇટિંગ હોય, સૌમ્ય ના મજબૂત અને આઉટ ઓફ ધ બોક્સ થીંકીંગ નો પરિચય દરેક તબક્કે જોવા મળશે.
ઘટનાઓની સૌમ્ય ઍ ઍવી સરસ રીતે ગૂંથણી કરી છે કે પ્રેક્ષક ઍક ક્ષણ પણ હાસ્ય થંભાવી ના શકે ! જીજ્ઞા , પ્રેમ ગઢવી અને હેમીન ત્રિવેદી ઍ નાટક માં ઍક થી વધારે પાત્રો ભજવ્યા છે અને દરેક પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. ત્રણેય માટે રોલ ની આવી અદલા-બદલી થોડી પડકાર રૂપ રહી હશે પણ આટલી સહજતા થી કોઈ પણ પાત્ર માં ઢળી જવાની પાણી જેવી પ્રવાહિતા આ ત્રણેય ઍક્ટર્સ વર્ષો થી ધરાવે છે .
રાજકોટ નાટકો જુઍ છે અને ખુબ સારા પ્રમાણમાં નાટકો જુઍ છે પરંતુ ખરેખર સારું નાટક જોવાની ભૂખ ધરાવતા અને જોક્સની સ્ક્રિપ્ટ વાળી કૉમેડીને બદલે જેને ખરા અર્થ માં થીઍટર ફોર આર્ટિસ્ટિકલી બ્યુટીફૂલ કૉમેડી કહી શકાય ઍવું ઍકાંકી નાટક જોવા માંગતા લોકો ઍ આ તક ચૂકવા જેવી નથી. કારણ કે આવા હટકે નાટક ના શા વારંવાર રાજકોટ માં થવાની શકયતા ખુબ ઓછી છે માટે જો આજે નહિ તો કયારેય નહિ !
રાજકોટમાં નાટકના બે પ્રયોગ ૯ જુલાઈ , મંગળવાર રાત્રે ૮.૩૦કલાકે અને ૧૦.૧૫ કલાકે , હેમુ ગઢવી હોલ ખાતે થશે. ટિકિટ માટે સંપર્ક : ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો.
રાજકોટ માં ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' વિદેહી ઍન્ટરટેઇન્મેન્ટ આયોજન કરી રホાં છે. ત્યારે આ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક ઍવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે ઍપલ બેસન, મીરા જવેલ્સ ,મધુસુદન મસાલા (ડબલ હાથી ), રા રા પ્રિમયમ વોટર અને સરાઝા હોટેલનો સહયોગ મળેલ છે.
(3:01 PM IST)










