તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Friday, 5th July 2024
એમ. ડી. સાગઠીયાનું એસબીઆઇમાં આવેલુ લોકર ખાલીખમ્મ મળ્યું!

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મુખ્ય જવાબદાર પૈકીના મનપાના પુર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાના ભાઇની ઓફિસમાંથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કબ્જે કરવામાં આવેલી સોના-ચાંંદીના બિસ્કીટ, સોનાના બિસ્કીટ, ત્રણ કરોડની રોકડ સહિત ૧૮ કરોડની માલમત્તા ગઇકાલે જ પંચનામુ કરી સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ગઇકાલે એન્ટી કરપ્શન વિભાગના ડીવાયએસપી આશુતોષ પરમારની ટીમ દ્વારા એમ. ડી. સાગઠીયાના નામે રાજકોટની રૈયા રોડ પર આવેલી એસબીઆઇ બેંકના લોકરની તપાસ પંચોને સાથે રાખી કરવામાં આવી હતી. પરંતુ આ લોકર ખાલીખમ્મ મળ્યું હતું! સાગઠીયા હજુ પણ એસીબી દ્વારા નોંધાયેલા અપ્રમાણસરની મિલ્કતના ગુનામાં રિમાન્ડ હેઠળ છે.
(3:30 PM IST)










