<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ડો.શ્‍યામાપ્રસાદજી લોકશાહી અને એકતા અખંડિતતા માટે કાશ્‍મીર જઇ શહિદ થનાર પ્રથમ યોધ્‍ધા : રાજુભાઇ ધ્રુવ

જનસંઘ (ભાજપ) ના સ્‍થાપકની આજે જન્‍મજયંતિ

રાજકોટ, તા. પ : ભારતમાતા ના મહાન સપૂત ,રાજનીતિજ્ઞ,ચિંતક વિચારક, શિક્ષણશાષાી, પ્રખર  પાર્લામેન્‍ટેરિયન અને મહાન દેશભક્‍ત ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીની જન્‍મજયંતિ નિમિત્તે ભાજપ પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે તેમને શબ્‍દાંજલી આપતા જણાવ્‍યું હતું કે, આજે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આપણી વચ્‍ચે નથી પરંતુ તેમના વિચાર, સિદ્ધાંત અને આદર્શ એટલા જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

એ સમયે પં.જવાહરલાલ નહેરુની હિંદુવિરોધી નીતિઓ સામે જે પ્રકારે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી લડ્‍યા તે પ્રકારે આજે તેમનાજ પરિવારના  રાહુલ ગાંધી જેવા હિંદુવિરોધી નેતાઓ સામે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીની વિચારધારા સિદ્ધાંતો પર ચાલીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી લડી રહ્યા છે. એ સમયે કોંગ્રેસ ના મુર્ખામી ભર્યા  નિર્ણયો દ્વારા સર્જાયેલા   કાશ્‍મીર સહિત અનેક ના પ્ર‘ો હતા, આજે  પૂર્વોત્તર ભારત સહિત ના અનેક પ્ર‘ો છે. દેશની સીમાઓ પર ચીન- પાકિસ્‍તાનની સાથોસાથ દેશ ના  હિતશત્રુઓનો ખતરો વધતો જાય છે તેવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભાજપ-એન ડી એ નું મજબૂત શાસન જરૂરી છે.

ભારતીય સાંસ્‍કળતિક રાષ્‍ટ્રવાદની વિચારધારા આધારિત દેશની એકતા, અખંડિતતા, બંધારણીય હક્કો અને લોકશાહીની રક્ષા કાજે ત્‍યાર ના વડાપ્રધાન શ્રી  જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસ સામે ખુલ્લી છાતીએ વિરોધ કરનાર જો કોઈ પ્રથમ રાષ્‍ટ્રપુરુષ હોય તો તે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી છે. રાષ્‍ટ્રવાદ અને દેશહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપીને ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીએ પોતાની મહાનતાને અમર કરી છે. ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી ભારતીય લોકશાહી અને દેશ ની એકતા અખંડિતતા અસ્‍મિતા માટે કાશ્‍મીરમાં જઈ શહીદ થનાર સ્‍વતંત્ર ભારતીય રાજકારણનાં પ્રથમ યોદ્વા છે.

વધુમાં રાજુભાઇએ  શ્‍યામાપ્રસાદ મુખર્જી ૬ જુલાઈ ૧૯૦૧માં જન્‍મીને ૨૩ જૂન ૧૯૫૩માં કાશ્‍મીર મુદ્દે બલિદાન આપ્‍યું હતું.. તેઓ એક પ્રખર દેશભક્‍ત અને ગૌરવિન્‍ત્ત એવા રાષ્ટ્‌ર્વાદી હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આજે આ અભિજાત દેશભક્‍તના જન્‍મજયંતિ અવસર પર તેમને કોટીકોટી વંદન. તેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્‍યું હતું. શ્‍યામાપ્રસાદ મુખર્જીનો નારો હતો કે, એક દેશમાં બે વડાપ્રધાન, બે વિધાન અને બે નિશાન નહી ચાલે. અને ગગન ભેદી નારા સાથે ભારતની એકતા અખંડતા અને સ્‍વતંત્રતા માટે તેઓ એ પહેલું રાષ્‍ટ્રવાદી આદોલન શરુ કર્યું હતું. તેમના બલીદાનને કારણે જ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ગળહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ના હિંમતભર્યા નિર્ણય દ્વારા જમ્‍મુ કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે.

ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જીએ પોતાનું જીવન રાષ્‍ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું હતું. ભારતીય જનસંઘના આ આદ્યસ્‍થાપક અધ્‍યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્‍દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્‍કળતિ જન્‍માવી હતી. તેમણે કોઈ મુદ્દે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા.

પヘમિબંગાળ, કાશ્‍મીર અને પંજાબને પાકિસ્‍તાનમાં ભળતું રોકવા અને ભારતને ખંડિત થતું બચાવવા ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી પોતાનાં પ્રાણની આહુતિ ભારત માતાનાં ચરણોમાં હતી. એ ભારત માતાના વીર સપૂતની પ્રાણ આહુતિ એળે ન જાય એટલે આજે પણ નરેન્‍દ્રભાઈ મોદી પાડોશી દેશ સાથે જોડાયેલા આપણા દેશના સરહદી વિસ્‍તારોમાં રહેતા છેવાડા માનવીની ચિંતા કરી રહ્યા છે. તેઓ ભારત ખંડિત ન થાય તે માટે શ્‍યામાપ્રસાદ મુખર્જીની વાતો-વિચારોને અનુસરી રહ્યા છે એવું જણાવી રાજુભાઈ ધ્રુવે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીની જન્‍મજયંતિએ  શત શત વંદન  કર્યા છે.

(3:06 PM IST)