News of Friday, 5th July 2024
TRP અગ્નિકાંડમાં સંડોવાયેલા અધીકારીઓ- પદાધીકારીઓ સામેની તપાસ ED-CBIને સોંપો
અનેક કૌભાંડો ઉજાગર થશેઃ આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદન

TRP અગ્નિ કાંડ અંગે આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
રાજકોટ તા. પઃ આમ આદમી પાર્ટીએ રાજયપાલશ્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી TRP અગ્નીકાંડની તપાસમાં સંડોવાયેલા અધિકારીઓ અને પદાધીકારીઓની તપાસ ED તથા CBI ને સોંપવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, તા. રપ-૦પ-ર૦ર૪ના રોજ રાજકોટ ખાતે બનેલી ગોજારી દુર્ઘટના ટી.આર.પી. ગેમ ઝોનમાં ભોગ બનેલા આશરે ર૭ જેટલા નિર્દોષ ભૂલકાઓ સહિતનાઓને ન્યાય અપાવવા માટે જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ વિવિધ વિભાગો દ્વારા જે તપાસ ચાલી રહેલ છે અને આ તપાસમાં અઢળક ધન સંપતિ તેમજ મિલ્કતોને લગતુ સાહિત્ય મળેલ છે જે ગુજરાત પ્રશાસન અને સમાજને લાંછન લાગે તેવી ઘટના હોય પરંતુ આ તપાસમાં જેમ જેમ આગળ વધવામાં આવે તેમ તેમ ખૂબ જ ચોંકાવનારી વિગતો બહાર આવે છે તેમજ આમાં ફાયર વિભાગ તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સુધી તપાસમાં ત્રુટી રહી જતી હોય તેવું લાગે છે. અને અધિકારી પાસેથી મળેલ અપ્રમાણસર મિલ્કત કોઇ કાળે તેમના એકલાથી ગેરરીતી આચરીને આ કાર્યવાહી કરી હોય તેવું માની શકાય તેવું શકય નથી. માટે ટી.પી.ઓ. દ્વારા વિવિધ વિસ્તારની ટાઉનપ્લાનીંગ સ્કીમો ડ્રાફટ અને અમલવારી કરેલ છે ત્યારે ટી.પી. સ્કીમમાં લાગુ પડતા જરૂરી પ્લોટો જેવા કે કોમન પ્લોટ, સ્કુલ, બાગ બગીચા, ઇ.ડબલ્યુ.એસ. વિગેરે જેવા પ્લોટો ડ્રાફટ સ્કીમમાં દર્શાવી અને નાણાંકીય ગેરરીતી કરીને ખાતેદારો પાસેથીન ાણાંકીય વહીવટ કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર કરેલ હોય શકે આ તમામ ટી.પી. સ્કીમોનો મુસ્સદો જાહેર થયા બાદથી મંજુર થયા સુધી કેટલી વાર પ્લોટોમાં ફેરફાર કરવામાં આવ્યો અને કોના ઇશારેથી કે કોના લાભ માટે, શું ગેરરીતી કરી આ બધી તપાસ સી.બી.આઇ. દ્વારા અને ઇ.ડી. દ્વારા તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.
છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તપાસવાથી ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધીકારીઓની ગેરરીતીનોફ પર્દાફાશ થઇ શકે માટે આ બાબતે ઇ.ડી. તથા સી.બી.આઇ. ને તપાસ સોંપવા માટે રાજય કે કેન્દ્ર સરકારમાં જયાં જયાં જાણ કરીને ઘટતું કરી યોગ્ય કરશો, આવેદન દેવામાં શિવલાલ બારસીયા તથા અન્ય જોડાયા હતા.
(3:17 PM IST)










