News of Friday, 5th July 2024
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય વિક્રેતાઓને ત્યાં ચેકીંગ રૈયા રોડ-બસપોર્ટમાં ફુડ શાખા ત્રાટકીઃ ૧૧ કીલો વાસી ખોરાકનો નાશ
પાપા લુઇઝ પીઝામાંથી લીકવીડ ચીઝ બ્લેન્ડ તથા તંદુરી પનીર પંચ પીઝાના નમુના લેવાયાઃ ૧૮ને લાઇસન્સ અંગે નોટીસ

રાજકોટ તા. પઃ મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે રૈયા રોડ તથા બસપોર્ટમાં ચેકીંગ દરમિયાન કુલ ૧૧ કિલો પીઝા પાસ્તા સોસ, ચીલી ગાર્લીક સોસ, ચિકન લોની પોપ તથા બિરીયાની વગેરે વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત લીકવીડ ચીઝ બ્લેન્ડ તથા તંદુરી પનીર પંચ પીજાના નમુના કમિશનર બંગલા પાસેના પાપા લુઇઝ પીઝામાંથી લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગ્રાઉન્ડ ફલોર શોપ નં. ૭, રાજકોટ બસપોર્ટ, ઢેબર રોડ, મુકામે આવેલ ‘‘બોલે તો વડાપાઉં''ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પીઝા પાસ્તા સોસા તથા ચીલી ગાર્લિક સોસનો ૦પ કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને એફઆઇએફઓ મુજબ યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમ્યાન સદગુરૂ તીર્થધામ-ગ્રા. ફલોર શોપ નં. પ૦, રૈયા રોડ, મુકામે આવેલ ‘‘મુંબઇ ઝાયકા''ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ નોનવેજ પ્રિપેર્ડ ફૂડ-ચિકન લોલી પોપ, બિરીયાની વગેરે મળી કુલ ૦૬ કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય જણાતા સદર જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફુડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ હોકર્સ ઝોન તથા ગોપાલ ચોકથી સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ ૩૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાદ્યચીજોના કુલ ૩૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં ચામુંડા કઠોળ, બાલાજી પાણીપુરી, ખોડિયાર સેન્ડવીચ, સંતોષ ભેળ પાણીપુરી, ભોલેનાથ આઇસ્ક્રીમ, સંતોષ ભેળ સેન્ટર, ધોરાજી ભૂંગળા બટેટા, સંતોષ ભેળપુરી, રામકૃષ્ણ જનરલ સ્ટોર, દુર્ગા ચાઇનીઝ પંજાબી, અમર ફરસાણ લાઇફલાઇન ફાર્માસી, જય રામદેવ કોઠી એન્ડ આઇસ્ક્રીમ, રામદેવ ગોલા, પાટીદાર જનરલ સ્ટોર, મહાદેવ રસ સેન્ટર, શિવ કોલ્ડ્રિંકસ તથા ખોડિયાર ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
બે નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ કુલ ૦ર નમુના લેવામાં આવેલ જેમાં લીકવીડ ચીઝ બ્લેન્ડ (લુઝ) તથા તંદુરી પનીર પંચ પીઝા, (પ્રીપેર્ડ-લુઝ) સ્થળઃ જય શિવ જલારામ એન્ટરપ્રાઇઝ (પાપા લુઇઝ પીઝા), માધવ આર્કેડ, ફર્સ્ટ ફલોર, કમિશનર બંગલો પાસે, રામકૃષ્ણ આશ્રમ મેઇન રોડ, બગીચા સામેથી લેવામાં આવ્યા હતા
(3:47 PM IST)










