<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

રવિવારે ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાઃ ૨૬ મુખ્‍ય માર્ગો અને તેને સંલગ્ન રસ્‍તાઓ પર પ્રવેશ બંધ તથા નો-પાર્કિંગ

રથયાત્રા જે રસ્‍તા પરથી પસાર થવાની હોય તેના એક કલાક અગાઉથી તમામ પ્રકારના વાહન ચોલકોએ કરવો પડશે અમલ શ્રી જગન્‍નાથ મંદિર કૈલાસધામ આશ્રમથી શરૂ થશે રથયાત્રાઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જાહેરનામુ બહાર પાડયું: ફુલછાબ ચોકથી સદર પોલીસ ચોકી અને સદર પોલીસ ચોકીથી ખોડીયાર હોટેલ સુધી સવારે ૯ થી રાતના ૯ સુધી તમામ વાહનો માટે રસ્‍તા રહેશે બંધ

રાજકોટ તા. ૫: રવિવારે ૭મી તારીખે અષાઢી બીજ પર્વ નિમીતે રાજકોટ શહેરમાં શ્રી જગન્‍નાથજીની રથયાત્રા જગન્‍નાથ આશ્રમ કૈલાસધામથી શરૂ થઇ શહેરમાં અલગ અલગ રસ્‍તાઓ પરથી નીકળવાની હોઇ આ રથયાત્રામાં શહેરીજનો તેમજ આસપાસના ગામોમાંથી મોટા પ્રમાણમાં દર્શનાર્થે લોકો સામેલ થવાના હોઇ રથાયાત્રા જે રોડ પરથી પસાર થવાની હોઇ તેના એક કલાક અગાઉ આ રસ્‍તાઓ પર તમામ પ્રકારના વાહનો માટે ‘પ્રવેશ બંધ' અને ‘નો પાર્કિંગ'નો નિયમ લાગુ પડશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે. જેનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.

શ્રી જગન્‍નાથજીની રથયાત્રા રવિવારે શ્રી ખોડીયાર આશ્રમ શરૂ થઈ મોકાજી સર્કલ, વળંદાવન સોસાયટી મેઇન રોડ, ન્‍યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્‍કર ધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટી-પોઇન્‍ટ, એચ પી.પેટ્રોલ પંપ થી સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રૈયા રોડ બાપા સીતારામ ચોક થઇ રૈયા ચોકડી અને ત્‍યાંથી આગળ હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બ્રીજ થઇ કિશાનપરા ચોકમાં પહોંચશે.

ત્‍યારબાદ કિશાનપરા ચોકથી આગળ જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.આઇ., ટી-પોઇન્‍ટ, ત્રીકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા રોડ,  ભુપેન્‍દ્ર રોડ, શ્રી સ્‍વામીનારાયણ મંદિરથી ભુપેન્‍દ્ર રોડ ટી-પોઇન્‍ટ, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ બોમ્‍બે આર્યનથી કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઇન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ રોડ, દેવપરા ચોક, ડો. બાબાસાહેબ આબેડકર ભવનથી સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ, પી.ડી.એમ. ફાટક થઇ પી.ડી.એમ. કોલેજ થઇ સ્‍વામીનારાયણ ચોક, કળષ્‍ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક પહોંચશે.

ત્‍યારબાદ આનંદ બંગલા ચોકથી આગળ મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્‍લોટ, અજમેરા શાષાીનગર, નાના મૌવા ગામથી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત આવી પુર્ણ થશે. આ રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિગનો નિયમ લાગુ રહેશે. રથયાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય તમામ વાહનચાલકોને આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે.

રથયાત્રા ઉપરોક્‍ત જે રૂટ પરથી પસાર થશે ત્‍યાંના રસ્‍તાઓ બંધ રહેશે તેની સામે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેનું પાલન દરેક પ્રકારના વાહનચાલકોને કરવાનું રહેશે.

બીજી તરફ રથયાત્રા ફુલછાબ ચોકથી સદર બજારમાંથી પસાર થઇ સદર પોલીસ ચોકી તરફ જાય છે. આ અંતર્ગત સદર બજાર પોલીસ ચોકીથી ખોડિયાર હોટેલ સુધી તમામ વાહનો માટે ૭મીએ સવારે ૯ થી રાતના ૯ સુધી પ્રવેશબંધ રહેશે. ફુલછાબ ચોકથી સદર પોલીસ ચોકી સુધી પણ વાહનો જઇ શકશે નહિ. આ જાહેરનામુ તા. ૬/૭ અને તા. ૭/૭ એમ બે દિવસ અમલમાં રહેશે. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું છે. હુકમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ-૧૮૩ અને ૧૮૪ હેઠળ શિક્ષાત્‍મક કાર્યવાહી થશે.

રથયાત્રામાં જોડાયેલા વાહનો અને સરકારી વાહનોને આ જાહેરનામામાંથી મુક્‍તિ આપવામાં આવી છે.

(3:50 PM IST)