<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

લોધીકાના દેવગામના હાઇવે ઉપર મામલતદારનું ઓપરેશનઃપાંચ હોટલો તોડી પડાઇઃ ૩ કરોડની જમીન ખુલ્લી

બે ઇંટોના ભઠ્ઠા દૂર કરાયાઃ રપ૦૦ ચો.મી. જમીન ઉપર દબાણ ખડકી દીધું હતું

રાજકોટ તા. પઃ રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ લોધીકા મામલતદાર શ્રી ડી. એન. ભાડ, નાયબ મામલતદારો નીખીલ રાઠોડ, ત્રીવેદી વિગેરેએ પોલીસ સ્‍ટાફને સાથે રાખી લોધીકાના દેવગામ પાસેના કાલાવાડ હાઇવે ઉપર ૩ કરોડની કિંમતની રપ૦૦ ચો.મી. સરકારી જમીન ઉપર ખડકાઇ ગયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇ જમીન ખુલ્લી કરાવી, કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.

અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે રેવન્‍યુ સર્વે નં. ૪૦ અને સર્વે નં. ૮૧ ની જમીનો ઉપર હોટલ ખોડીયાર, હોટલ કનૈયા, હોટલ રવેચી, સહિત ૪ હોટલો, એક નાની ચા ની હોટલ, ઇંટોના બે ભઠ્ઠા, બધું દૂર કરી દેવાયું છે. દબાણ હટાવ સમયે ફાયર સેફટી સ્‍ટાફ, આરોગ્‍ય, પીજીવીસીએલના સ્‍ટાફને પણ સાથે રખાયો હતો, કુલ ૩ કરોડની રપ૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.

(4:01 PM IST)