News of Friday, 5th July 2024
અષાઢી બીજે આઇશ્રી નાગબાઇમાને ભાવવંદના
માધાપર ગામે આઇશ્રી નાગબાઇમાનો વિસામો અને ડોડીયા રાજપૂતોના સુરાપુરા શ્રી ગાંડુભા દાદાના સાનિધ્યમાં ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ સમાજ, કારડીયા રાજપૂત સમાજ અને માધાપરના ગ્રામજનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશેઃ સંતવાણીનો કાર્યક્રમઃ પૂ. આઇશ્રી લક્ષ્મીઆઇ પધારશે

રાજકોટ : શહેરમાં જામનગર રોડ પર આવેલ માધાપર ગામ ખાતે આશરે સાડા પાંચસો વર્ષ પૌરાણીક આઇશ્રી નાગબાઇ માનો વિસામો તથા ડોડીયા રાજપૂતોના સુરાપુરા શ્રી ગાંડુભા દાદાના સાનિધ્યમાં ચારણ ગઢવી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિતે ચારણ જગદંબા આઇ શ્રી નાગબાઇ માને વંદનાનો કાર્યક્રમ આગામી તા. ૭ ને રવિવારે રાખવામાં આવેલ છે.
જેમાં સંતવાણીના આરાધક શ્રી શકિતદાનભાઇ ગઢવી તથા પ્રખર લોક સાહીત્યકારશ્રી ગોવિંદભા પાલીયા લોક ગાયક શ્રી ભકિતદાન ગઢવી તથા લોક ગાયક બહેનશ્રી ઇન્દુબેન ગઢવી દ્વારા આઇ માના ભેળયા ચરજ રજૂ કરશે તથા મોગલધામ આજી ડેમ ખાતેથી પરતપૂજય આઇશ્રી લક્ષ્મીઆઇ પધારશે. આ કાર્યક્રમ ૭ ના રવિવારે રાત્રે ૯ કલાકે રાખેલ છે.
અષાઢી બીજ અંતર્ગત છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટ ખાતેથી ચારણીયા સમાજ દ્વારા શોભાયાત્રાનું સમાપન આઇશ્રી નાગબાઇ માના વિસામા ખાતે સમાપન સાંજે ૬ વાગ્યે થશે.
આઇશ્રી નાગબાઇ માના સ્થાન કે સાંજે ૬ વાગ્યે પહોંચશે. રસ્તામાં શોભાયાત્રાનું સ્વાગત રૈયા રોડ પર ન્યુ એરા સ્કુલ પાસે કારડીયા રાજપૂત સમાજના શ્રી પ્રવિણસિંહ ચાવડા, દિલીપસિંહ ચાવડા તથા ભાવીક ભકતજનો દ્વારા ફુલહારથી આઇમાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી ક્ષત્રીય સમાજના વાળા રાજપૂત શ્રી પૃથ્વીરાજસિંહ વાળા, શિવદીપસિંહ વાળા, છત્રપાલસિંહ વાળાની આગેવાની હેઠળ સમસ્ત ક્ષત્રીય વાળા રાજપૂત શિતલ પાર્ક ખાતે સન્માન કરીને ત્યાંથી માધાપર ગેઇટ પાસે વિનાયક વાટીકા અવધ સોસાયટી ખાતે શ્રી દોલુભા ડોડીયા પરિવારના શ્રી ગજુભા ડોડીયા શ્રી જશુભા ગઢવી સહિતના સુરેશ્વર પાર્ક અવધ પાર્ક, વિસ્તારના ભાવીકો રથયાત્રાનું સ્વાગત કરશે તેમજ રથયાત્રામાં જોડાશે.શ્રી ઘોઘુભા જાડેજાની આગેવાનીમાં માધાપર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા તેમજ શ્રી કિરીટસિંહ ડોડીયાની આગેવાની હેઠળ ડોડીયા પરિવારના લોકો તેમજ ચારણ- ગઢવી સમાજ દ્વારા પણ આઇમાના સાનિધ્યમાં રથયાત્રાનું સ્વાગત શ્રી પ્રકાશભાઇ કવલ, પ્રમુખશ્રી સોનલબીજ મહીપતભા ગઢવી, પ્રવિણભા ગઢવી, ભરતભા ગઢવી, નારૂભા ગઢવી, હમીરભા ગઢવી જોડાશે.
આ બન્ને કાર્યક્રમોમાં શ્રી ઘોઘુભા જાડેજા તેમજ શ્રી દોલુભા ડોડીયા તથા કિરીટસિંહ ડોડીયા માર્ગદર્શન નીચે ચારણ ગઢવી સેવા સમાજના પ્રમુખશ્રી નીતુભાઇ ઝીબા ખોડીયારનગર સોનલબીજ પ્રકાશભા કવલ તથા ભુપતભાઇ ગઢવી તથા ક્ષત્રીય સમાજ આગેવાન પૃથ્વીરાજસિંહ વાળા, ચારણીયા સમાજના આગેવાન પ્રવિણભાઇ ચારણીયા તથા આઇમાના સેવકોએ જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:06 PM IST)










