<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

રાજકોટ શહેર કોંગ્રેસના હાથ સે હાથ જોડો ના વોર્ડ નં.૩ ના પ્રમુખપદે સોનલબા જાડેજાની નિમણુંક

રાજકોટ :  તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલ તથા હાથ સે હાથ જોડો ગુજરાત પ્રદેશના કન્‍વીનર ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂની મંજુરીથી ‘‘હાથ સે હાથ જોડો'' રાજકોટ શહેર કન્‍વીનરશ્રી મુકુંદ ટાંક દ્વારા રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૩ ના યુવા કાર્યકર્તા સોનલબા જયપાલસિંહ જાડેજાની રાજકોટ શહેર વોર્ડ નં. ૩ ના મહિલા સંગઠનના કન્‍વીનર પદે નિમણુંક કરવામાં આવી છે.  સોનલબાએ જણાવેલ કે કોંગ્રેસ પક્ષ ‘‘હાથ સે હાથ જોડો'' એ જે વિશ્વાસ મુકી મને આ જવાબદારી સોંપેલ છે. તે હું પુરી ખંત અને નિષ્‍ઠાથી પુરી કરવા પ્રયત્‍નો કરીશ તેમજ વોર્ડમાં સંગઠન મજબુત કરવા બનતા પ્રયાસો કરીશ.  તસ્‍વીરમાં સોનલબા જાડેજા સાથે પ્રભાબા જાડેજા, દેવકુંવરબા જાડેજા, તારાબા વાળા અને આનંદબા જાડેજા નજરે પડે છે

(4:07 PM IST)