<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ફી વધારો પાછો ખેંચોઃ વિદ્યાર્થીઓ-વાલીઓના સુત્રોચ્‍ચાર

રાજકોટઃ જીએમઇઆરએસ કોલેજમાં અચાનક ફી નો વધારો ૬૬% નો એટલે કે ૩.૫૦ લાખ ની જગ્‍યા એ ૫.૫૦ લાખ કરી દીધેલ છે તથા મેનેજમેન્‍ટ સીટ મા ૮૯% ફી વધારો એટલે કે ૯ લાખ ની ૧૭ લાખ કરી દીધેલ છે તથા ૨૧૦ સરકારી સીટો ગુજરાત પાસે થી આચકી કેન્‍દ્ર ને ભરવા સોંપી દીધેલ છે. આમપણ ગુજરાત નો માનવી આર્થિક ભીસ માં અને ખોટ માં છે. કેમકે સરકારી કોટા માં ૯.૫૦ લાખ અને મેનેજમેન્‍ટમાં ૩૬ લાખ વધારાના ફ્રી પેટે ચૂકવવાના થાય છે. આ પરિપત્ર એ વાલીઓ અને વિદ્યાર્થીઓ ની જાણે કમર તોડવા નું નક્કી કરી લીધુ હોય તેવું લાગે છે. આ પરિપત્ર થી ગરીબ અને મધ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્‍ટર બનવાનું સપનું કયારેય પૂરું ન થઇ શકે એવી પરિસ્‍થિતિઓ નિર્માણ પામી રહી હોય એવું લાગે છે. આ વેદના સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજે બહુમાળી ભવન ખાતે સુત્રોચ્‍ચાર કરવામાં આવેલ.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકારશ્રી ના આ પરિપત્ર એ વિધાર્થીઓને તથા વાલીઓને આધાત સાથે આંચકો આપવાનું કાર્ય કર્યું છે. ગુજરાત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મેડિકલ અભ્‍યાસ બાદ બોન્‍ડ મુજબ ગુજરાતમાં સેવા પણ આપે છે ત્‍યારે સરકારી જમીન પર તથા સરકારી ખર્ચે બનનારી જીએમઇઆરએસી, મેડિકલ કોલેજમાં ફી માં આટલો બધો વધારો એ સામાન્‍ય માણસોને દાઝયા પર ડામ જેવી સ્‍થિતિ છે.

આ વર્ષે નીટ પરીક્ષામાં જોવા મળેલી અનિયમિતતાને લીધે વિધાર્થીઓ અને વાલીઓ પહેલેથી વ્‍યથિત છે ગુજરાત પ્રદેશ ના હોનહાર વિદ્યાર્થીઓ કે જે આવતીકાલનું ભવિષ્‍ય છે જે આવનારી કપરી પરિસ્‍થતિઓમાં મારા અને તમારા માટે વરદાન રૂપ સાબિત થવા ના છે ત્‍યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર જેના હૈયે હંમેશા પ્રજા હિત રહ્યું છે તે વિધાર્થીઓ અને વાલીઓના હિતને ધ્‍યાનમાં લઈ આ ફ્રી વધારાને સંપૂર્ણ પાછો ખેંચી મેડિકલ શિક્ષણને સામાન્‍ય માણસના બાળકોની પહોંચમાં હોય તેવું બનાવે તેવી અમારી લાગણી અને માંગણી છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:17 PM IST)