News of Friday, 5th July 2024
રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતા વિજયસિંહ બી. જાડેજા : ૧૭ મીએ મતદાન
સભ્યો નોંધણીનો આજે છેલ્લો દિવસ : સાંજ સુધીમાં મતદાર યાદી જાહેર : બસ ધારકોના પ્રશ્નોનો ઉકેલ અપાવવા કોલ

રાજકોટ તા. ૫ : આગામી તા. ૧૭ જુલાઇના રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનની પ્રથમ વખત ચુંટણી થવા જઇ રહી છે. ત્યારે પિતૃકૃપા ટ્રાવેલ્સવાળા વિજયસિંહ બી. જાડેજાએ પ્રમુખપદ માટેની દાવેદારી નોંધાવી છે. ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે ટ્રાવેલ્સ એસો.માં અત્યાર સુધી નિમણુંક થયેલ હોદેદારોથી ચલાવાતુ હતુ. પરંતુ હવે પ્રથમ વખત લોકશાહી ઢબે ચુંટણી હાથ ધરાઇ છે. અત્યાર સુધી દશરથસિંહ વાળા એસોસીએશનની જવાબદારી સંભાળતા આવ્યા છે. પરંતુ આ વર્ષે બસ ધારકો અને ટ્રાવેલ્સની ઓફીસ ધારકો મતદાન કરીને જેમને ચુંટી કાઢશે. તે રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનનું સુકાન સંભાળશે. એસોસીઅશેનના સભ્ય હશે. તેમને જ મતદાન કરવા અધિકાર મળશે. સભ્ય નોંધણી માટે આજે છેલ્લો દિવસ હતો. આજે સાંજ સુધીમાં મતદાર યાદી અને ઉમેદવારી પત્રક સ્પષ્ટ જાહેર થઇ જશે. તા. ૧૭ ના મતદાન થશે.
આ તકે વિજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે હું છેલ્લા ૧૨ વર્ષથી ટ્રાવેલ્સના વ્યવસાયમાં છુ. ટ્રાવેલ્સના ધંધાર્થીઓની તમામ સમસ્યાઓને સારી રીતે જાણુ છુ. એટલે હું જીતી જઇશ તો સી.ઓ. ચેકીંગ, ટોલ નાકા, પાર્કીંગ સહીતના જે અણઉકેલ પેચીદા પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા પુરો પ્રયત્નશીલ રહીશે. તેવી મારી ખાત્રી છે. અત્યાર સુધી સીંગલ બસવાળાને મોટી સમસ્યા રહી છે. મોટા ઓફીસ ધારકોના કામો થઇ જતા હતા. પરંતુ નાના ધંધાર્થીઓ મુશ્કેલી અનુભવતા હતા. પરંતુ હવે એવુ ન થાય તેની પુરતી કાળજી લેવાય તેવા અમારા પ્રયત્નો રહેશે. તેમ પ્રમુખપદની દાવેદારી કરનાર વિજયસિંહ બી. જાડેજા (મો.૯૮૨૫૭ ૩૫૩૨૦) એ જણાવ્યુ હતુ.
તસ્વીરમાં પ્રમુખપદના ઉમેદવાર વિજયસિંહ જાડેજા અને તેમની સાથે સમર્થકો સર્વશ્રી બીપીનભાઇ ઝાલા (નીધી ટ્રાવેલ્સ), વિમલભાઇ (નગીન ટ્રાવેલ્સ), મહેન્દ્રસિંહ (કાવેરી ટ્રાવેલ્સ), અનિરૂધ્ધસિંહ (રાજવીર ટ્રાવેલ્સ), સુનિલભાઇ (ગંગોત્રી ટ્રાવેલ્સ), કમલેશભાઇ (જયશ્વાલ ટ્રાવેલ્સ), સંતોષભાઇ (સત્યનામ ટ્રાવેલ્સ), મિશ્રાજી (માં વૈષ્ણવી ટ્રાવેલ્સ), હમીરભાઇ (સોનલ કૃપા ટ્રાવેલ્સ), રવિભાઇ (એકતા ટ્રાવેલ્સ), ગીરીશભાઇ (રજવાડી ટ્રાવેલ્સ), રાજુભાઇ પાબારી (શક્તિ ટ્રાવેલ્સ), ભરતભાઇ આહીર (રાજ ટ્રાવેલ્સ), જયેન્દ્રસિંહ ઝાલા (રાજ શક્તિ ટ્રાવેલ્સ), તેજપાલસિંહ જાડેજા (મહાદેવ ટ્રાવેલ્સ), રાજુભાઇ (ગુરૂ કૃપા ટ્રાવેલ્સ), ગોવિંદસિંહ (આદિત્ય ટ્રાવેલ્સ), રાજુભાઇ (રોયલ ટ્રાવેલ્સ) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:13 PM IST)










