News of Friday, 5th July 2024
પંચનાથ પ્લોટ શેરી નં. ૧૬ના રહેવાસીઓનું કલેકટરને આવેદન
અમારી શેરીમાં અન્ય ધર્મના વ્યકિતને મકાન નહિં વેચવા દેશો કોઇ મગનભાઇ પટેલે તેમનું મકાન-વ્હોરા જ્ઞાતિના વ્યકિતને વેચાણ કર્યાની કલેકટરને ફરીયાદ અગાઉ પંચનાથ વિસ્તારને અશાંત ધારામાં સમાવેશ કરવા માટે અરજી પણ કરાઇ છેઃ કલેકટરને સાટાખત-દસ્તાવેજ અંગે મંજૂરી નહિ આપવા વિનંતિ પંચનાથ પ્લોટ શેરી નં. ૧૬ના રહેવાસીઓએ કલેકટરને મળી અન્ય ધર્મ-સમૂદાયના વ્યકિતને મકાન વેચાણ નહિં દેવા અંગે આવેદન આપી રજૂઆતો કરી હતી.

રાજકોટ તા. પઃ શહેરના વિખ્યાત પંચનાથ પ્લોટ શેરી નં. ૧૬ના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી અમારી શેરીમાં આવેલ મકાન અન્ય ધર્મ/સમુદાયના ઇસમોનાં વ્યકિતને વેચાણ ન કરવા દેવા તેમજ તે અંગેનાં સાટાખત-વેચાણ દસ્તાવેજ ન નોંધવા દેવા અંગે રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં પંચનાથ પ્લોટ શેરી નં. ૧૬ માં અમારા કુટુંબ-પરીવાર સાથે વર્ષોથી વસવાટ કરીએ છીએ. અમોએ અગાઉ કલેકટરશ્રીને અમારા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા માટે અરજી કરવામાં આવેલ છે, જે આપને વિદિત થાય. અમારી શેરીમાં મગનભાઇ પટેલ નામની વ્યકિત રહે છે અને તેઓએ તેમનું મકાન ધર્મ/સમુદાયના ઇસમ-વ્હોરા જ્ઞાતિનાં વ્યકિતને વેચાણ કરવા માટે સોદો કરેલ છે તે અંગેની અમોને જાણ થતાં અમે લોકો તેમને મળવા જતા અને આ મકાન અન્ય ધર્મનાં લોકોને ન વેચાણ કરવા માટે સમજાવવા જતાં તેમણે જણાવેલ કે, આ મકાન મારૂં છે, મારે જેને વેચવું હોય તેને હું વેચીશ, તમારાથી થાય તે કરી લ્યો' તેમ કહી અમોને જતા રહેવા કહેલ છે. અમારી શેરીમાં વર્ષોથી બધા હિન્દુ જ્ઞાતિનાં લોકો જ રહે છે, જો આ રીતે અમારી શેરીમાં અન્ય ધર્મ/સમુદાયની વ્યકિત રહેવા આવશે તો અમારી મીલ્કતોનાં ભાવ સાવ પડી ભાંગે તેમ છે તેમજ અન્ય ધર્મ/સમુદાયનું વર્ચસ્વ વધી જશે અને યેનકેન પ્રકારે અમો હિન્દુ જ્ઞાતિનાં લોકોને હેરાન-પરેશાન કરશે અને નાછૂટકે અમારે હિઝરત કરવાની ફરજ પડશે.
અગાઉ શ્રી મગનભાઇ પટેલએ આ શેરીમાં કોઇ લઘુમતિ કોમનાં કે અન્ય ધર્મ/સમુદાયની વ્યકિતને મીલ્કત વેચાણ કરે નહિ તે મતલબની અરજી પોલીસ સ્ટેશનમાં કરેલ અને હવે આ વ્યકિતએ જ અમારી સાથે વિશ્વાસઘાત કરી અશાંતધારા માટે અમારી સાથે આપેલ અરજી તેના નામની પરત ખેંચી અને પોતે પોતાની મિલ્કત અન્ય ધર્મ/સમુદાયની વ્યકિતને પોતાની મિલ્કત વેચાણ કરવા પેરવી કરી રહેલ છે તેમજ જો અમારી શેરીમાં લઘુમતિ કોમનાં કે અન્ય ધર્મ/સમુદાયની વ્યકિત રહેવા આવે તો વિસ્તારની શાંતિ ડહોળાઇ તેમ છે અને કજીયા-કંકાસ ઉભા થાય તેમ છે તેમજ અમારી બહેન દિકરીઓને બહાર નીકળવું મુશ્કેલ થાય તેમ છે અને આ વિસ્તારમાં પૌરાણીક પંચનાથ મહાદેવ મંદિર સાથે સર્વે હિન્દુઓની લાગણી જોડાએલ છે. જેથી પણ વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે યોગ્ય કરવા આપને અમારી અરજ છે. અમારી શેરીમાં રહેતા મગનભાઇ પટેલ નામની વ્યકિતનું મકાન અન્ય ધર્મ/સમુદાયની વ્યકિતને વેચાણ ન કરવા દેવા તથા તે અંગેના સાટાખત-વેચાણ દસ્તાવેજ ન નોંધવા દેવા સબ-રજીસ્ટ્રારશ્રીને હુકમ કરવા આપ અમારી બે હાથ જોડી નમ્ર અરજ છે. આ અંગેની નકલ પોલીસ કમિશ્નર, ડે. કલેકટર, સીટી સર્વે, સબ રજીસ્ટ્રાર, પ્રદ્યુમનનગર પોલીસ ઇન્સ્પેકટરને પણ ફાળવાઇ છે.
(4:17 PM IST)










