News of Friday, 5th July 2024
સંત વેલનાથ જયંતિ નિમિતે રવિવારે વિશાળ શોભાયાત્રા
બહુમાળી ભવન ચોકથી પ્રારંભ : સેટેલાઇટ ચોકમાં સમાપન : ૧૦૦ થી વધુ વાહનો જોડાશે : માર્ગો પર સરબત-છાશનું વિતરણ : મહાપ્રસાદનું પણ આયોજન : સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ તા. ૫ : ચુંવાળીયા કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડીંગ પ્રેરીત સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા આગામી તા. ૭ ના રવિવારે સંતશ્રી વેલનાથ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા.૭ ના રવિવારે અષાઢી બીજના યોજાયેલ આ શોભાયાત્રાને સવારે ૯ વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતેથી પ્રસ્થાન કરાવાશે. ત્યાંથી હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, પટેલવાડી, સંતકબીર રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાન ચોક, સેટેલાઇટ ચોક, પં. દિનદયાલ હોલ પાસે પહોંચી સમાપન થશે. ત્યાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ છે.
શોભાયાત્રાના રૂટમાં પણ ઠેરઠેર સરબત તેમજ છાશ વિતરણ કરી શોભાયાત્રાનું સ્વાગત કરાશે. મુખ્ય રથ ઉપરાંત ૧૦૦ થી વધુ વાહનો જોડાય તેવી તૈયારીઓ કરાઇ છે.
શોભાયાત્રામાં સાંસદ ચંદુભાઇ શિહોરા, સાંસદ ગેનીબેન ઠાકોર, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઇ જંજવાડીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પુર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરા, પુર્વ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, પુર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, ધારાસભ્ય અલ્પેશભાઇ ઠાકોર, શામજીભાઇ ચૌહાણ, કોર્પોરેટર બાબુભાઇ ઉઘરેજા, શોભાયાત્રાના માર્ગદર્શક વીરજીભાઇ સનુરા, દિનેશભાઇ મકવાણા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન ભરતભાઇ બાળોન્દ્રા, તા.પં. ચેરમેન ચેરમેન ભરતભાઇ ડાભી, નટુભાઇ કુવરીયા, ભુપતભાઇ ડાભી, ભાનુબેન સોરાણી, દેવુબેન જાદવ, લોકગાયીકા લલીતાબેન ઘોડાદ્રા, શૈલેષભાઇ માલમ, દિવ્યેશભાઇ સોલંકી ઉપસ્થિત રહેશે.
સમાજના સંતશ્રી રામદાસબાપુ, સંતશ્રી વાઘજી ભગતા, મનુભાઇ ઘેણોજા સહીતના સૌરાષ્ટ્ર ગુજરાતના આગેવાનો સાથે જોડાશે.
ઉપરાંત મુખ્ય દાતા અને ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, દિપકભાઇ બાબરીયા, ખીમજીભાઇ મકવાણા સહીત અનેક દાતાઓ શોભાયાત્રામાં જોડાશે.
સમગ્ર શોભાયાત્રાને સફળ બનાવવા ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોડીંગ, જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ, જય વેલનાથ મહિલા મંડળ, જય વેલનાથ યુવક મંડળ, સમાજના સરપંચશ્રી, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, સમસ્ત કોળી સમાજના શહેર જિલ્લાના મંડળો પણ સાથે જોડાશે.
સમગ્ર શોભાયાત્રાને સફળ બનાવવા ઉત્સવ સમિતિના પ્રમુખ દેવાંગ કુકાવા, મહામંત્રી દિપકભાઇ બાબરીયા, ઇન્ચાર્જ દેવભાઇ કોરડીયા, ખજાનચી દિપકભાઇ માણસુરીયા, નૈમિષભાઇ દાદુકીયા, વિજયભાઇ મેથાણીયા, હરેશભાઇ કુકાવા, ચતન માણસુરીયા, સચીનભાઇ ચૌહાણ, અક્ષર ડાભી, સંદીપ બાબરીયા, મેહુલ કોલાદ્રા તેમજ સમિતિના હોદેદારો સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રમુખ દેવાંગભાઇ કુકાવા, ઉપપ્રમુખ સંદીપભાઇ બાબરીયા, ઉપપ્રમુખ હરેશભાઇ કુકાવા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગરીયા)
(4:34 PM IST)










