<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

કટારીયા ચોકડી ખાતે ફલાયઓવર બ્રિજના સ્‍થળે મુલાકાત કરતા દેવાંગ દેસાઇ

એલઓપીમાં આવતી કપાતની જગ્‍યા મેળવવા તથા યુટીલીટી શીફટીંગની કામગીરી પૂર્ણ કરવા સૂચના : નાનામવા આરોગ્‍ય કેન્‍દ્ર અને આંગણવાડીની મુલાકાત લઇ દર્દીઓ સાથે મ્‍યુ.કમિશનરનો પરામર્શ

રાજકોટ તા. ૫ : મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ આજે કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે ૩-લેયર મલ્‍ટીલેવર ફલાયઓવર બ્રિજ બનાવવા અંગે સ્‍થળની મુલાકાત કરી હતી તેમજ નાનામવા આરોગ્‍ય કેન્‍દ્ર અને નજીકમાં આવેલ આંગણવાડીની પણ મુલાકાત કરી આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આવેલ દર્દીઓ સાથે સુવિધા અને ઉપલબ્‍ધતા અંગે પરામર્શ કરી હતી.

મ્‍યુનિસિપલ કમિશનરે, વોર્ડ નં.-૧૧માં કટારીયા ચોકડી ખાતે ૩-લેઅરમાં મલ્‍ટીલેવલ ફલાય ઓવર બ્રિજ બનાવવાના કામની સ્‍થળ મુલાકાત કરતા જણાવ્‍યું હતું કે, ૪૫ મીટર પહોળાᅠટીપીᅠકાલાવડ રોડ પર ૨૫ મીટર પહોળો ફલાયઓવર (૧૮ મીટર વાહનો ૭ મીટર રાહદારી પુલ), કાલાવડ રોડ પર ૪ લેન ૮૫૦ મીટર લાંબો ફલાયઓવર,ᅠફલાયઓવરની કુલ ૮૫૦ મીટર લંબાઈમાં ફરજિયાત (મુખ્‍ય) સ્‍પેનઆઉટમાં વચ્‍ચેનાં ભાગમાં ૧૬૦ મીટર લાંબો આઇકોનિક એક્‍સ્‍ટ્રા ડોઝ બ્રિજ ભાગ,ᅠઅવિરત અને સલામત ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરના આયોજન સાથે આ પ્રકારનો ગુજરાતમાં પ્રથમ વાહન ક્રમ પેડેસ્‍ટ્રિયન ફલાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે.

આ બ્રિજ બનાવવા માટે અંદાજીત રકમ રૂા.૧૫૮.૦૦ કરોડનો ખર્ચ થશે. આ બ્રિજ બનવાથી અંદાજીત ૩ લાખ નાગરિકો સરળતાથી પરિવહન કરી શકશે. ફલાય ઓવર બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટરનો સર્વિસ રોડ, રીંગ રોડ-૨ પર બીઆરટીએસ બસની અવર જવર માટે ૭.૫ મીટર, ગ્રાઉન્‍ડ કોરીડોર, પેડેસ્‍ટ્રીયન માટે ફુટપાથની વ્‍યવસ્‍થા, વરસાદી પાણીનાં નિકાલ માટે સ્‍ટ્રોમ વોટર લાઈન, સર્વિસ યુટીલીટી ડકટ, અંડરપાસની શરૂઆતમાં, ફલાયઓવર અંડરસ્‍પેસની નીચે જંકશનની મધ્‍યમાં સોફટ લેન્‍ડસ્‍કેપ, ફલાયઓવર અંડરસ્‍પેસ ડેવલપમેન્‍ટના વિવિધ મલ્‍ટિયુઝ વિકલ્‍પો - પાર્કિંગ / બાળકોના રમવા / બહુવિધ ઉપયોગ, પ્‍લેટફોર્મ / હોકર્સ સ્‍ટેન્‍ડ / બેઠક / શૌચાલય. - ફલાયઓવરની ઉપર ૧.૩૫ મીટર પહોળો લેન્‍ડસ્‍કેપ / પ્‍લાન્‍ટેશન,ᅠસમગ્ર લંબાઈ માટે ફૂટપાથ તેમજ ફલાયઓવરની ટોચ પર ૧.૨ મીટર પહોળી ફૂટપાથ અને વાહનોની અવરજવર માટે બંને બાજુ વધારાનો પહોળો ૨ લેન કેરેજ-વે ૮.૫ મીટરનો બનાવવામાં આવશે.

કાલાવડ રોડ કટારીયા ચોકડી પર બ્રિજની કામગીરી શરૂ થાય તે પહેલાᅠન્‍બ્‍ભ્‍જ્રાક્રત્‍ન આવતી કપાતની જગ્‍યા મેળવવાની તેમજ યુટીલીટી શિફટીંગની કામગીરી પૂર્ણ કરવા મ્‍યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

નાનામવા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતેની મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિસિપલ કમિશનરએ આરોગ્‍ય કેન્‍દ્રમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને ઓ.પી.ડી. બાબતે મેડીકલ ઓફિસર અને સ્‍ટાફ સાથે ઉપલબ્‍ધ સુવિધાઓ બાબતે ચર્ચા કરી હતી. ઉપરાંત આરોગ્‍ય કેન્‍દ્રમાં હાજર દર્દીઓ સાથે ખાસ કરીને આજે નિરામય દિવસની ઉજવણી હોઈ ત્‍યાં આવેલ ડાયાબીટીસ અને હાયપર ટેન્‍શન લગત દર્દીઓ સાથે દવાની ઉપલબ્‍ધતા અને લેબોરેટરી ટેસ્‍ટ બાબતે ચર્ચા કરી હતી. મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ આરોગ્‍ય કેન્‍દ્રની લેબોરેટરી અને ફાર્મસીની પણ મુલાકાત લઈ દવાના સ્‍ટોક અને રસીકરણ અને ખાસ કરીને રેબીસ રસીકરણના સ્‍ટોક બાબતે માહિતી મેળવી હતી.

કુટુંબ નિયોજનની સેવા ઉપલબ્‍ધતા અને તેના સુદ્રઢીકરણ માટે મ્‍યુનિસિપલ કમિશનરએ માર્ગદર્શન આપ્‍યું હતું. વધુમાં આરોગ્‍ય કેન્‍દ્ર ખાતેની ઓ.પી.ડી.ની સંખ્‍યા અને ઓ.પી.ડી.માં આવતા દર્દીઓની પૃચ્‍છતા કરી હતી. બે બાળકો વચ્‍ચેનો સમયગાળો જાળવવા માટે કુટુંબ નિયોજનની પધ્‍ધતિઓનો વ્‍યાપ વધે તે માટે જરૂરી કાઉન્‍સિલિંગ કરવા પર મ્‍યુનિસિપલ કમિશનરએ ભાર મુક્‍યો હતો.

નાનામવા આરોગ્‍ય કેન્‍દ્રની બાજુમાં આવેલ આંગણવાડીની મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિસિપલ કમિશનરએ તેમાં કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રી બહેનોને આપવામાં આવતું પોષણ આહારની રૂબરૂ તપાસણી કરી હતી. આંગણવાડી ખાતે ચાલતા મમતા દિવસની પણ મુલાકાત કરી જેમાં ૧ વર્ષ સુધીના બાળકોને રસીકરણ ઉપરાંત સગર્ભાની તપાસ બાબતે ફીમેઇલ હેલ્‍થ વર્કર બહેનોને પ્રોત્‍સાહન કરી માર્ગદર્શન આપ્‍યું હતું.ઉપરાંત મ્‍યુનિસિપલ કમિશનરએ આરોગ્‍ય કેન્‍દ્ર અને આંગણવાડી ખાતે સ્‍વચ્‍છતા અને પાણીની ઉપલબ્‍ધતા તેમજ જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બાબતે સંબંધિત અધિકારીશ્રી સાથે જરૂરિયાત મુજબની ચર્ચા કરી હતી.મ્‍યુનિસિપલ કમિશનરશ્રીની વિઝિટ દરમ્‍યાન નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, સિટી એન્‍જી. શ્રી કુંતેશ મેતા, આરોગ્‍ય અધિકારીશ્રી જયેશ વકાણી, ડી.ઇ.ઇ.શ્રી આઈ.યુ.વસાવા અને એ.ટી.પી.શ્રી શૈલેષ સીતાપરા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:49 PM IST)