તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Friday, 5th July 2024
રવિવારે અષાઢી બીજે ઓશૌ સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ

રાજકોટ : શહેરમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વ નંું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા ૩૯ વર્ષથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરી રહ્યા છે.
આગામી તા. ૭ ને રવિવાારે અષાઢી બીજ નિમિત્તે હરસાલની માફક ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજ ના ૬:૩૦ થી ૮ દરમ્યાન ઓશો ધ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમ્યાન ઓશો કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન, કરાવવામાં આવશે.
ઉપરોકત્ત અષાઢી બીજ ના ધ્યાનોત્સવના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સંન્યાસી-પ્રેમીઓને સ્વામિ સત્ય પ્રકાશે અનુરોધ કરેલ છે.
સ્થળ :ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ-ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી માર્ટ પાછળ, રાજકોટ.
વિશેષ માહિતી :- સ્વામિ સત્ય પ્રકાશ :- ૯૪૨૭૨૫૪૨૭૬ સંજીવ રાઠોડ :- ૯૮૨૪૮૮૬૦૭૦
(4:50 PM IST)










