News of Friday, 5th July 2024
કોઠારીયા રોડ ગોવિંદનગરમાં શાંતેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીનો ભેદ ખુલ્યો: ક્રાઇમ બ્રાન્ચે સુનિલ દેરવાડિયાને દબોચ્યો: અગાઉ દારૂના ગુનાઓમાં સંડોવણી
ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પરમારની કામગીરી: કૃષ્ણદેવસિંહ, મોહીલરાજસિંહ અને ગોપાલભાઈની બાતમી

રાજકોટ: શહેરના કોઠારીયા રોડ ગોવિંદનગરમાં આવેલા શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિશુલથી ૮ દાનપેટી તોડી ચોરી કરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસમાં નોંધાયેલા આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી સુનિલ વિનોદભાઇ દેરવાડીયા *ઉ.વ.૩૨. ધંધો-મજુરીકામ રહે. હાલ-રૈયા રોડ, આવાસના કવાર્ટરમાં, લક્ષ્મણભાઇ ખોડાભાઇ મકવાણા (સસરા)ના મકાનમાં, મુળ ગામ-બીલીયાળા તા.ગોંડલ)ને પકડી લઈ રોકડા રૂપીયા અલગ અલગ દરની નોટો રૂ. ૩૦૦૦, અલગ અલગ દરના સીકકાઓ રૂ. ४८०ના તથા એક મોબાઇલ ફોન કી પેડ વાળો કબ્જે કર્યા છે.
આ શખ્સ અગાઉ ગોંડલમાં દારૂના ચાર સહિત પાંચ ગુનાઓમાં સંડોવાઈ ચુક્યો છે.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (કાઇમ) ભરત. બી. બસીયા દ્રારા મીલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલ ઝડપ, લુંટ, વીગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ આરોપીઓને શોધી કાઢી મુદામાલની રીકવરી કરવા અંગે સુચના અપાઈ હોઈ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.એ.એન.પરમાર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, પો.કો. ગોપાલભાઇ પાટીલ તથા મોહિલરાજસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમીના આધારે તેમજ ચોકકસ સોર્સીસથી આરોપીને પકડી લેવાયો છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પો.સબ ઇન્સ. એ.એન.પરમાર, એ.એસ.આઇ.જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા તથા હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા,.કોન્સ. હિરેનભાઇ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, ગોપાલભાઈ પાટીલ તથા મોહિલરાજસિંહ ગોહિલએ કરી છે.
(6:10 PM IST)










