<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

કાલે UPSC પરીક્ષા : ૩૮૮૦ થી વધુ ઉમેદવારો

પર્સનલ આસીસ્‍ટન અને નર્સિંગ ઓફીસર માટે ટેસ્‍ટ : કુલ ૧૪ કેન્‍દ્રો

રાજકોટ,તા. ૬ :   યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન દ્વારા આવતીકાલે રાજકોટ ખાતે એમ્‍પ્‍લોયમેન્‍ટ પ્રોવિડન્‍ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માટે પર્સનલ આસિસ્‍ટન્‍ટ તથા એમ્‍પ્‍લોયસ સ્‍ટેટ ઇન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન માટે ર્નસિંગ ઓફીસરની પરીક્ષા વિવિધ કેન્‍દ્ર ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં.૦૨૮૧-૨૪૭૬૮૯૧ છે.

 પરીક્ષા કેન્‍દ્ર પર ઉમેદવારો માટે પેપર શરૂ થવાના ૩૦ મિનીટ પહેલા પ્રવેશ બંધ કરવામાં આવશે. ઇ-એડમીટ કાર્ડ વગર કોઇ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહી. મોબાઇલ ફોન, અન્‍ય આઇ.ટી. કે ઇલેક્‍ટ્રોનિક્‍સ ગેઝેટસ, સ્‍માર્ટ/ડિજીટલ વોચ, બુક્‍સ, બેગ્‍સ, કોઈ કિંમતી વસ્‍તુઓ (ઇ-એડમીટ કાર્ડમાં છપાયેલ સુચનાની વિગતે) વિ. સાથે પરીક્ષા સ્‍થળની અંદર પ્રવેશ પ્રતિબંધીત છે.

        ઉમેદવાર પરીક્ષા કેન્‍દ્રની અંદર ફક્‍ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્‍સીલ, આઈડેન્‍ટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઇ-એડમીટ કાર્ડમાં જણાવેલ વસ્‍તુઓ જ લઇ જઇ શકાશે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીની યાદીમાં  ઉમેરાયું છે.

(11:21 AM IST)