<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

કડીયા કામની મજૂરી ન મળતાં પૈસા ખુટી જતાં મંદિરમાં ચોરી કરીઃ સુનિલ પકડાયો

ગોવિંદનગરના શાંતેશ્વર મંદિરમાં થયેલી ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્‍યો પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કામગીરીઃહેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. મોહિલરાજસિંહ અને ગોપાલ પાટીલની બાતમી

રાજકોટ તા. ૬: શહેરના કોઠારીયા રોડ ગોવિંદનગરમાં આવેલા શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિશુલથી ૮ દાનપેટી તોડી ચોરી કરવામાં આવી હતી. ભક્‍તિનગર પોલીસમાં નોંધાયેલા આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્‍ચે ઉકેલી સુનિલ વિનોદભાઇ દેરવાડીયા (ઉ.વ.૩૨. ધંધો-મજુરીકામ રહે. હાલ-રૈયા રોડ, આવાસના કવાર્ટરમાં, લક્ષ્મણભાઇ ખોડાભાઇ મકવાણા (સસરા)ના મકાનમાં, મુળ ગામ-બીલીયાળા તા.ગોંડલ)ને પકડી લઈ રોકડા રૂપીયા રૂ. ૩૦૦૦, અલગ અલગ દરના સીકકાઓ રૂ.૪૦૦ના તથા એક મોબાઇલ ફોન કી પેડ વાળો કબ્‍જે કર્યા છે.

આ શખ્‍સ અગાઉ ગોંડલમાં દારૂના ચાર સહિત પાંચ ગુનાઓમાં સંડોવાઈ ચુકયો છે. હાલ તે રાજકોટ પત્‍નિ સાથે રહેતો હતો. પણ પત્‍નિ સાથે માથાકુટ થતાં ઘર છોડી નીકળી ગયા બાદ કડીયા કામની મજૂરી ન મળતી હોઇ પૈસા ખુટી જતાં પોતે અગાઉ ગોવિંદનગર તરફ રહેતો હોઇ અને શાંતેશ્વર મંદિરથી વાકેફ હોઇ આ મંદિર પાસે પહોંચ્‍યો ત્‍યારે ત્‍યાંની દાનપેટી તોડવાનો વિચાર આવતાં તેનો અમલ કર્યો હોવાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી. બસીયાની સુચના અનુસાર ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  હેડકોન્‍સ. કળષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. ગોપાલભાઇ પાટીલ તથા મોહિલરાજસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમીના આધારે તેમજ ચોકકસ સોર્સીસથી આરોપીને પકડી લેવાયો છે.

આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એન. પરમાર,  એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ ઝાલા તથા હેડકોન્‍સ. કળષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હિરેનભાઇ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, ગોપાલભાઈ પાટીલ તથા મોહિલરાજસિંહ ગોહિલે કરી હતી.

(4:18 PM IST)