News of Saturday, 6th July 2024
ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ કેસમાં જમીન માલીક અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજાની જામીન અરજી રદ

રાજકોટ,તા. ૬: પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હ્રદય દ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમીશ્નર તથા મ્યુનીસીપાલ કમીશ્નર સહીત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામે ની ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટનામા ૨૭ ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા તથા કિરીટસીહ જગદીશસીહ જાડેજા નાઓએ રેગ્યુલર જામીન પર મુકત થવા સેસન્સ અદાલતમાં કરેલ જામીન અરજીઓ ચાલી જતા બંને જામીન અરજીઓ રાજકોટ ના એડી. સેસન્સ જજ એસ.ડી. સુથારે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીક્ત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના ઙ્કોપરાઈટર (૧) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (૨) અશોકસીહ જગદીશસીહ જાડેજા (૩) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (૪) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (૫) યુવરાજસીહ હરીસીહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે ૫૦ મીટર પહોળુ અને ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનું માળખુ ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોંચીવળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મળત્યુ થવાની સતપ્રતિષ્ઠત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી ૨૭ માનવો ના મળત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મળત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.
ઉપરોકત ગુનાના કામે ઘરપકડ પામેલ આરોપી અશોકસિંહ જાડેજા તથા કિરીટસીહ જાડેજાએ રેગ્યુલર જામીન ઉપર મુકત થવા રાજકોટ ની સેસન્સ અદાલતમા જામીન અરજીઓ કરી તેઓ નીર્દોષ હોવાનુ અને સીધી કે આડક્તરી રીતે સંડોવાયલ ન હોવાનુ, યોગદાન નહીં હોવાનું અને સ્લીપીંગ પાર્ટનર હોવાનુ અને અશોક્સીહ આંધળા તથા બહેરા હોવાનું રજુઆતો કરી હતી.
તમામ પક્ષેની રજુઆતો, ત.ક.અધીકારીના સોગંદનામા, ભોગ બનનાર પળેના વાંધાઓ તેમજ સ્પે. પીપી, એડી. સ્પે. પી.પી. અને ભોગ બનનાર પરીવારપો ના વકીલ ની રજુઆતો લક્ષે લઈ બંને અરજદારોની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામા આવેલ છે
ઉપરોકત કામમા ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજાનાઓએ હાજર રહી કાર્યવાહી કરેલ હતી.
(3:11 PM IST)










