<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકળત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

 રાજકોટ,તા. ૬ : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલિસ કમિશનરરેટ વિસ્‍તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા કલેક્‍ટર કચેરી, જિલ્લા ન્‍યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષક  રાજકોટ ગ્રામ્‍યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્‍પિટલ, રાજકોટ શહેર મહાનગરપાલિકા હેઠળની કચેરીઓ, ઝોન ઓફિસો, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરીઓ, શહેર અને તાલુકા મામલતદારની કચેરીઓ કે જ્‍યાં રોજ મોટા પ્રમાણમાં જાહેરજનતા પોતાના કામ માટે આવતી હોઇ ત્‍યાં જનતાને ગેરમાર્ગે દોરી જનારી પ્રવળત્તિઓ કરતા બિનઅધિકળત ઈસમ કે ઇસમોની ટોળીના પ્રવેશ પર પ્રતિબંધો જારી કર્યા છે, જ  તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(3:38 PM IST)