<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સીજીએસટીનો ઇન્‍સ્‍પેકટર નવીન ધનકરને પાંચ દિવસની રીમાન્‍ડ પર લેતી સીબીઆઇ

રાા લાખ લઇ વચેટીયો ગૂમઃ ઝડપી લેવા દરોડાનો દોર : રાા લાખની લાંચ લેનાર

રાજકોટ તા. ૮ :.. તાજેતરમાં સીબીઆઇએ રાજકોટમાં સી. જી. એસ. ટી. કચેરી ખાતે દરોડા પાડી તેના ઇન્‍સ્‍પેકટર નવીન ધાનકરને રાા લાખના લાંચ કેસમાં ઝડપી લીધો હતો, આ પછી તેને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રીમાન્‍ડ પર લેવાયો છે, બીજી બાજૂ આ ઝડપાયેલ ઇન્‍સ્‍પેકટરે રાા લાખનું કવર તેના વચેટીયાને આપી દિધુ હતું, આ વચેટીયો ભાગી છૂટયો છે, અને તેને ઝડપી લેવા સીબીઆઇએ શોધખોળ આદરી છે.

દરમિયાન સીબીઆઇની પૂછપરછમાં ઇન્‍સ્‍પેકટર દ્વારા અમદાવાદની પાર્ટીને દર મહિને રાા લાખનો હપ્‍તો આપવાનું પણ નકકી કરાયું હતું. પણ આ હપ્તા લેવાનું શરૂ થાય તે પહેલા પાર્ટીએ ફરીયાદ કરતા સીબીઆઇએ દરોડા પાડી સફળ ઓપરેશન પાર પાડયું હતું.

(10:57 AM IST)