તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Monday, 8th July 2024
પૂ. ગણિવર્યશ્રી તારકચંદ્ર સા.મહારાજા આ.ઠા.નો મણીયાર સંઘમાં ચાતુર્માસ પ્રવેશ
‘‘અકિલા'' ચોકથી ભવ્ય સામૈયુઃ શ્રાવક-શ્રાવીકાઓ જોડાયાઃ દરરોજ સવારે ૭:૩૦ થી ૮:૩૦ પ્રવચન

રાજકોટઃ તા.૮: ચાતુર્માસ દરમિયાન ભારતભરામાં અનેક સ્થાને જૈન શ્રમણ-શ્રમણીઓ આ દિવસો દરમ્યાન સ્થિરતા કરશે. સમસ્ત જૈન લોકો આ મંગલ દિવસો જાજરમાન રીતે ઉજવતા હોય છે. એવી જ રીતે મણિયાર શ્રીસંઘ રાજકોટના આંગણે પૂજય ગણિવાર્ય શ્રી તારકચંદ્રસાગરજી મહારાજાનો જિલ્લા પંચાયતથી ઠાઠ-માઠ જનમેદની વચ્ચે-વાજતે-ગાજતે ચાતુર્માસ પ્રવેશ મહોત્સવ થયો હતો.
લોકોના મંગળ-વધામણા બાદ યુવાマદય પ્રિય પ્રવચનકાર મુનિ શ્રી અર્હચન્દ્રસાગર એ ફરમાવ્યું કે આ ચાર મહિના એક સ્થાને સ્થિર રહેવાની પરંપરા જેમ પ્રભુ મહાવીરે સાચવી ત્યારબાદ એમના શિષ્યો-પ્રશિષ્યોને સાચવી તેવી જ રીતે અમારા વડીલોએ સાચવી આ પરંપરાને સાચવવા મનોહર રાજકોટ જૈન સંઘમાં અમને અવસર મળ્યો છે. પૂજય શ્રીએ વધુ સમજાવતા કહયું કે જેમ ઉનાળામાં અને સહુ પદયાત્રા-વિહાર કરીએ. ત્યારે સૂકીબનેલ લુખી બનેલી નિર્જલ બનેલી ધરતી જેમ બિચારી લાગે પણ જયારે મેઘરાજા કૃપા વરસાવે ત્યારે ઘરતી લીલીછમ ચાદર ઓઢેલી મનોહર-રમણીય લાગે છે.
તેવી જ રીતે, ૧ વર્ષના ૧૨ મહિનામાં ૮ મહિનામાં સંત-સમાગમ અલ્પ હોવાની કારણે આત્મ-ભૂમિકાની ઘરતી સૂકી બનેલી હોય છે. પણ શીતલ પાણીની જેમ વાણી વરસાવતા ગુરૂદેવની પાવન વાણીથી આત્મ-ભૂમિકા-ધરતી પુનઃ હરિયાળી-લીલીછમ પાવન બની જાય છે.
સાથે-સાથે જણાવ્યું છે કે શ્રી ભગવદ્ ગીતામાં જણાવ્યું છેકે ચાર પુકરે જીવ ધર્મ રે દુઃખ દુર કરવા માટે ઇચ્છાપૂર્તિ માટે જિજ્ઞાસા માટે તથા આત્મનિષ્ટા માટે તથા કબીરજીની સુકિત પણ જણાવી સાહેબે સમસ્ત લોકોના マદયને પ્રસન્ન-આનંદિત કર્યા પુજયશ્રીએ કહયું અમે ૧૨૦ દિવસ માટે તમારા કહેવાથી આવ્યા તમોએ માત્ર ૫ દિવસ આવવાનું છે. ૫ દિવસ- ૧૨૦ કલાક પ્રતિદિન ૧ કલાક પ્રવચન રહેશે. જેમાં ૧૫ મિનિટ આધ્યાત્મિક પ્રવચન ૧૫ મિ. ઇતિહાસ , ૧૫ નિ.વાર્તા ૧૫ મિ. વિધિઅમાર્ગ વિષયક પ્રવચન રહેશે જે દરેકને ગમશે. તમારે માત્ર આવવાનું અમારે તમને ગમાડવાનું પૂ. સા. શ્રી વિપુલયશાષાીજી આદિ ડાણા પણ શ્રવિકા-બહેનોને ખૂબ સરસ આરાધના કરાવશે.
પૂ. ગણિ તારકચંદ્ર જે પોતાના ગુરૂદેવ બંધુબેલડી અયોધ્યાપુર તીર્થ પ્રેરક જિનચંદ્રસા- સૂ. મ. હેમચંદ્રસા.મા. ને યાદ કરતા જણાવ્યું રાજકોટ સાથે અમારો સંબંધ ૪-૫ પેઢી જૂનો છે. સહવર્તી અન્ય ત્રણ મુનિભગવંતોના વિશેષ વ્યકિતનો પરિચય આપ્યો તથા આ ચાતુમાર્સમાં જે-જે આયોજનો થશે તેની વિશેષ વિગત આપી જેમકે ધર્મ કેવી રીતે જીવશું? માતા-પિતાનું પુત્ર પ્રત્યે વલણ, યુવતીની સંસ્કૃતિ, બાળબુક્ષિવિકાસ પ્રવચન સમય પ્રતિદિન ૭:૩૦ થી ૮:૩૦ રહેશે રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇ સેક્રેટરી કીરીટભાઇ સંઘના અયોધ્યાપુરમના ટ્રસ્ટી જયંતભાઇ મહેતા અરૂણભાઇ દોશી જીતુભાઇ ગાંધી, દિપકભાઇ મહેતા, શ્રેણિકભાઇ દોશી, અમિતભાઇ શેઠ , અરવિંદભાઇ શાહ ઉતમભાઇ ખીવસરા,સતીષભાઇ રામસીના, અશ્વિનભાઇ કોઠારી, યુવા ઉધોગપતિ જય ભાઇ શાહ હાજર રહયા હતા.
(2:11 PM IST)










