News of Monday, 8th July 2024
રાવળદેવ સમાજ દ્વારા રથયાત્રાઓનું ઉમળકાભેર સ્વાગત

રાજકોટ : ગઇકાલે ચારણીયા સમાજ દ્વારા યોજવામાં આવેલ શ્રી નાગબાઇ માતાજીની શોભાયાત્રા તેમજ નાનામૌવા મંદિર દ્વારા યોજવામાં આવેલ ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું સમસ્ત રાવળદેવ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જિલ્લા પંચાયત ચોકમાં ઉમળકાભેર સ્વાગત કરાયુ હતુ. સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઇ બોરાણા, રાજેશભાઇ બોરાણા, મહેશભાઇ ગોહીલ, રાજેન્દ્રભાઇ સોઢા, નિરવભાઇ વાણીયા, લક્ષ્મણભાઇ પરમાર, સુનિલભાઇ પેથાણી, મુન્નાભાઇ ભોજક, કમલેશભાઇ મછોયા, મેહુલભાઇ ગોહિલ, દિવ્યેશભાઇ ભોજક, જીતુભાઇ બોડા, રાકેશભાઇ વાળા, હિતેનભાઇ કેશુર, સુનિલભાઇ બોરાણા વગેરે આગેવાનો સ્વાગતમાં જાડાયા હતા.
(3:25 PM IST)










