News of Monday, 8th July 2024
વૈષ્ણાવાચાર્ય દ્વારકેશલાલજી મહોદયને યુરોપીયન ઇન્ટરનેશનલ યુનિ. દ્વારા ડોકટરેટ પદવી એનાયત

રાજકોટ : પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી (કડી-અમદાવાદ) કે જેઓ એકમાત્ર પુષ્ટિમાર્ગ આચાર્ય છે જેમણે વિશ્વના પાંચ ખંડોમાં હવેલીની સ્થાપના કરી અધ્યાત્મિક ચેતના જગાવી છે તેઓને ‘Spiritual Leadership'ની ડોકટરેટની પદવી ‘યુરોપિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી' દ્વારા એનાયત કરવામાં આવી છે.
આ સાથે જ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના પ૦ માં જન્મદિનનો ઉપક્રમે આ આખું વર્ષ ‘પૃથ્વી પરિક્રમા મહોત્સવ' અંતર્ગત ઉજવવામાં આવશે, જેમાં વિશ્વના પ૦ દેશમાં ‘પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવ' અભિયાન હાથ ધરવામાં આવશે.
વૈષ્ણવ સમાજના પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી મહાપ્રભુજીના સત્તરમાં વંશજ છે સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે. શ્રીમદ ગીતા, શ્રીમદ ભાગવત ઉપનિષદ તથા સાથે વકતવ્યનો પણ ગુણ છે. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીએ સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘની સ્થાપના કરી છે.
જેની ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં શાખાઓ સ્થાપવામાં આવી છે. પ્રતિવર્ષ હજારો કિલો મીટરની યાત્રા કરી તેઓશ્રી પ્રતિવર્ષ લાખો લોકોને પોતાની વાણીનો દિવ્ય લાભ આપી પુષ્ટિ ભકિતનો પ્રયાર કરી રહ્યા છે.
શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી એવા એકમાત્ર વલ્લભકુળના આચાર્ય તરીકેનું ગૌરવ પ્રાપ્ત છે. જેમણે પાંચેય ખંડોમાં હવેલીની સ્થાપના કરી છે.
સમગ્ર આફ્રિકા ખંડની સૌપ્રથમ હવેલી શ્રી વલ્લભધામ નારોબીની સ્થાપના કરવાનો શ્રેય તેમના ફાળે જાય છે. અમેરિકાના મેરીલેન્ડ રાજયમાં શ્રીનાથધામ હવેલી તેમણે સ્થાપી છે. ઓરડો ફલોરિડા યુએસએ ખાતે વૈષ્ણવ સંઘ એકેડેમી તથા વ્રજધામ હવેલીનું નિર્માણ થયેલ છે.
ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં શ્રીનાથ દ્વારા હવેલી સીડનીમાં વ્રજ હવેલી એડીલેડમાં શ્રી વ્રજધામ હવેલીની આપ શ્રી દ્વારા નિર્માણ થયેલ છે. ઇંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં વ્રજધામ હવેલી તથા લંડન ખાતે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિના ગૌરવ સમુહ શ્રીનાથધામ હેરો લંડન ખાતે નિર્માણ થયેલ છે.
ભારતના અનેક શહેરોમાં હવેલીઓના નિર્માણ સાથે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ભકિતજામ નામથી વિશિષ્ટ સંકુલ આપ શ્રી દ્વારા નિર્મિત થયું છે. પુષ્ટિમાર્ગના સૌ પ્રથમ વિશિષ્ટ મોબાઇલ એપ ભકિત રેડિયો તેમની દ્વારા શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થી દત્તક યોજના વિશાળ પાયા પર ચલાવવામાં આવે છે. ક્રાંતિકારી વિચારો દ્વારા દેશ તથા વિદેશોમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ યુ-ટેબલ ચેનલના માધ્યમથી તેમના વચનામૃતનો લાભ લાખો વૈષ્ણવો લઇ રહ્યા હોવાનું એકયાદીમાં શ્રી બ્રિજભૂષણ વૈષ્ણવે જણાવ્યું છે.
(3:52 PM IST)










