News of Monday, 8th July 2024
બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીનું ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ ખોલતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ

રાજકોટ તા. ૮ : રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીના નામનું કોઇએ ફેસબુક ઉપર બોગસ ફેક એકાઉન્ટ બનાવતા ચકચાર જાગી છે.
આ અંગે બકુલભાઇ રાજાણીએ સાયબર ક્રાઇમમાં અરજી કરીને કોઇ અજાણ્યા શખ્સને શોધી કાઢી ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની માંગણી કરી છે.
બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ આજે સાયબર ક્રાઇમના અધિકારીને પોતાની ફરિયાદ અરજી આપી હતી.
આ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, ફેસબુક ઉપર તેમના નામે કોઇએ ફેક એકાઉન્ટ બનાવેલ હોય પોતાનું બોગસ એકાઉન્ટ બનાવનાર વિરૂધ્ધ ગુનો નોંધવા રજુઆત કરતા સાયબર ક્રાઇમે તેમની ફરિયાદ અરજી લઇને આગળની તપાસ શરૂ કર્યાનું જાણવા મળે છે
(4:58 PM IST)










