News of Wednesday, 10th July 2024
દુધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી હાઉસીંગ બોર્ડમાં ફરઝાનાબેને ફાંસો ખાઇ જીવ દીધો
એક પુત્રી મા વિહોણી થઇઃ ગૃહકલેશ કે અન્ય કારણ જવાબદાર?

રાજકોટ તા. ૧૦: દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી હાઉસીંગ બોર્ડ સોસાયટી શેરી નં. ૧૫માં રહેતાં ફરઝાનાબેન રિઝવાનભાઇ કાદરી (ઉ.વ.૩૫) નામના મહિલાએ રાતે નવેક વાગ્યે ઘરે ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આપઘાત કરનાર ફરઝાનાબેનની શાદી ચોૈદ વર્ષ પહેલા થઇ હતી. સંતાનમાં એક પુત્રી છે. પતિ કંપનીમાં ડ્રાઇવીંગ કામની નોકરી કરે છે. પતિના કહેવા મુજબ ત્રણેક દિવસ પહેલા પત્નિને મજા ન હોઇ તેણી માવતરે જંગલેશ્વરમાં રોકાવા ગઇ હતી. પરમ દિવસે જ પોતે ત્યાંથી તેડી આવ્યા હતાં. પતિ-પત્નિ વચ્ચે સામાન્ય વાતે કલેશ ચાલતો હતો. કદાચ આ કારણે પગલુ ભર્યાની શક્યતા છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચે થોરાળા પોલીસને જાણ કરતાં પીએસઆઇ એચ. ટી. જીંજાળાએ પ્રાથમિક કાર્યવાહી કરી કારણ જાણવા તપાસ યથાવત રાખી હતી.
(12:43 PM IST)










