<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

સરદારનગર પાસે રૂા.ર૮ હજારના દારૂ ભરેલી રીક્ષા સાથે અતુલ પકડાયો

માલવીયાનગર પોલીસના અજયભાઇ વિકમા, કોન્‍સ. મયુરદાનભાઇ બાટી અને જયદીપસિંહ ભટ્ટૃીની બાતમી

રાજકોટ : સરદારનગરમાં વિદેશી દારૂ ભરેલી રીક્ષા પસાર થવાની હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ અજયભાઇ વિકમા, કોન્‍સ. મયુરદાનભાઇ બાટી અને જયદીપસિંહ ભટ્ટીને બાતમી મળતા સરદારનગર શેરી નં. ૪ પાસે દરોડો પાડી જી.જે. ૩ એચસી-૪૮પપ નંબરની રીક્ષામાંથી રૂા. ર૮,૬૦૦ ની કિંમતના વિદેશીદારૂના ર૮૬ ચપલા સાથે અતુલ ઉર્ફે મારાજ ગોરધનભાઇ વેકરીયા (ઉ.વ.પ૭) (રહે. રવી પાર્ક શેરી નં. ૧, કાલાવડ રોડ) ને પકડી લઇ દારૂના ચપલા તથા રીક્ષા મળી રૂા. ૭૮,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. અતુલ અગાઉ વિદેશીદારૂના નવગુનામાં સામેલ  હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પીઆઇ જે.આર. દેસાઇ તથા એમ.ડી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એસ. ગજેરા, હેડ કોન્‍સ. અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, મયુરદાન, બાટી, જયદિપસિંહ ભટ્ટી, હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.

(2:09 PM IST)