<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક

જાણો ક્યાં ક્યાં ડેમમાં કેટલી થઇ પાણીની આવક : ક્યાં પહોંચી જળસપાટી

રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ, ભાદર ડેમમાં 0.56 ફૂટ, ફોફળ ડેમમાં 0.39 ફૂટ, વેણુ-2 ડેમમાં 2.89 ફૂટ, આજી-3 ડેમમાં 0.59 ફૂટ, ડોંડી ડેમમાં 2.13 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ, નવા નીર આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ 10.76 ટકા, ફોફળ ડેમ 43.13 ટકા, વેણુ-2 ડેમ 52.47 ટકા, આજી-3 ડેમ 24.83 ટકા, ડોંડી ડેમ 40.30 ટકા, ન્યારી-2 ડેમ 52.64 ટકા ભરાયો છે. હાલ આજી-2 ડેમનો એક દરવાજો 0.075 મીટર તથા ભાદર-2 ડેમનો એક દરવાજો 0.228 મીટર ખુલ્લો છે.

(1:11 PM IST)