News of Thursday, 11th July 2024
ભાઇઓની ફુટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ ડીસ્ટ્રીકટનો સુપર લીગમાં પ્રવેશ

રાજકોટ : બરોડા ખાતે રમાઇ રહેલ અન્ડર-૧૭ ભાઇઓની ફુટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ ડિસ્ટ્રીકટની ફુટબોલ ટીમ પ્રથમ મેચ દાહોદ સામે ૧૦-૦ ગોલથી તેમજ બીજો મેચ મહેસાણા સામે ૧૦-૦ ગોલથી વિજેતા બનેલ છે. હવે તા. ૧૨ ના સુપર લીગ મેચમાં પ્રથમ મેચ પાટણ સામે અને તા. ૧૩ ના બીજો મેચ જુનાગઢ સામે રમશે. આ ટીમમાં માધવન ડોબરીયા, નીનાદ જોશી, જયંત અકબરી, ધૈવંત ઉછડીયા, પૃથ્વી જેઠવા, રોહન મહેશ્વરી, રિશી ગોડા, પાર્થ કોઠારી, નચીત પટેલ, પ્રીત પુન, જુહેર પરમાર, હિત પારેખ, વ્રજ સીતાપરા, હેલીસ બોદર, જીમીત વાઘેલા, રોહન અંબીગર, ખુશ બોઘરા, અબ્દુલ અકીબ ઠેબા, હરી થાપા, દિવ્યરાજ પરમાર, દિપકરાવ વશવંતે (મેનેજર), સુનિલ ગુસાઇંગ (કોચ) ભાગ લઇ રહ્યા છે. ટીમને ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશન દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
(3:37 PM IST)










