News of Thursday, 11th July 2024
માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ દર્દીઓ માટે સર્જીકલ સાધનો આપવાની સેવાનો પ્રારંભ

રાજકોટ તા.૧૧ : માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સેવા પ્રકલ્પોમાં એક વધુ ઉમેરો કરી હવે સર્જીકલ સાધન વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે માં ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૪ વર્ષથી ગરીબ બાળકોને નાસ્તો, ભોજન વિતરણ, કપડા અને રમકડા વિતરણ, વાર તહેવારોમાં મિઠાઇ વિતરણ, શિયાળામાં જરૂરતમંદોને ધાબળા વિતરણ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, બહેનો માટે સિવણના અને બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવે છે.
ત્યારે આ સેવાયજ્ઞમાં હવે સર્જીકલ સાધન વિતરણની સેવાનો ઉમેરો કરાયો છે. જરૂરતમંદ દર્દીઓને બિમારી દરમિયાન ઉપયોગી મેડીકલ સાધનો વાપરવા માટે અપાશે. આ માટે પ્રમુખ નયનાબેન ગોહીલનો સંસ્થાના કાર્યાલય એ-૪૦૩, પ્રમુખ આર્કેડ, માલવીયા ચોક, (મો.૯૯૧૩૦ ૬૨૪૧૨) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હરીભાઇ રાઠોડ, નયનાબેન ગોહિલ, કોમલબેન પરમાર, પ્રિયંકાબેન લીંબાસીયા, જયોતિબેન પંડયા, માલતીબેન ચાવડા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:40 PM IST)










