News of Thursday, 11th July 2024
શહેરમાં વધુ ૩૭ વેપારીઓને ૧૦ હજારનો દંડ
૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તઃ પ્લાસ્ટીકનો ઉપયોગ તથા ગંદકી બદલ મનપા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૧ :. મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.૧૦ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૩૭ દુકાનદારો પાસેથી ૩.૭૪ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૯૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૩ આસામીઓ પાસેથી ૧.૯૧ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૩૧૦૦ નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે ઙ્કતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૪ આસામીઓ પાસેથી ૧.૨૫ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૩૪૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૦ વેપારી પાસેથી ૦.૫૮ પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા વેપારી પાસેથી રૂ.૨૯૫૦ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર સેનેટરી સબ ઇન્સ્પેકટર, દ્વારા કરવામાં આવેલ.
(3:48 PM IST)










