<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મનપાના સફાઇ કામદારોના સ્‍વૈચ્‍છીક રાજીનામા મંજુર કરોઃ આત્‍મવિલોપનની ચિમકી

સફાઇ કામદારો મનપા કચેરીએ ઉમટયા : મેયર અને સ્‍ટે. કમીટી ચેરમેનને પત્ર પાઠવી યોગ્‍ય કરવા રજુઆત

રાજકોટઃ તા. ૧૧: મ્‍યુની .કોર્પોરેશનના ૧૦૦ થી વધુ સફાઇ કામદારોના રાજીનામા ના મંજુર થતા સફાઇકામદારો આજે મનપા કચેરીએ ઉમટી પડયા હતા અને આ સ્‍વૈચ્‍છીક રાજીનામા મંજુર કરવાની માંગ સાથે મેયર નયનાબેન પેઢડીયા અને સ્‍ટે કમીટી ચેરમેન જયમીન ઠાકર ને પત્ર પાઠવી રજૂઆત   કરી હતી આ પત્રમાં આત્‍મવિલોપનની ચીમકી ઉચારવામાં આવી છે.

આ અંગે સફાઇ કામદારોએ મેયર અને સ્‍ટે. ચેરમેનને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, સફાઇ કામદારોએ ત્રણ વર્ષ પહેલા પહેલા આપેલી  સ્‍વૈચ્‍છિક રાજીનામાની અરજીને ધ્‍યાનમાં રાખી આ ફ્રિ સ્‍વૈચ્‍છિક રાજીનામા કોર્પોરેશન ધ્‍વારા છ મહીનાની અંદર અરજીનો નિકાલ કરવામાં આવે તેની બદલે કોર્પોરેશનના અધિકારીઓ ત્રણ-ત્રણ વર્ષ સુધી  અરજીનો નિકાલ કરવામાં આવતો નથી. તેમજ બે-બે વખત મેડીકલ સર્ટીફીકેટ કઢાવી પહેલી ડી.પી.સી. માં મંજુર થયેલ છે તો પણ ફરીથી નવેસરથી કોઈપણ કારણો વિના મેડીકલ સર્ટીફીકેટ કાઢી તેમાં યશ-નો તથા યશ-નો નું દર્શાવી સ્‍વૈચ્‍છિક રાજીનામામાં કપરી પરિસ્‍થિતિ ઉભી કરતા અધિકારીઓ કોઈ નિર્ણય લઈ શકે નહી તો પહેલાની અગાઉની મેડીકલ સર્ટીફીકેટને ધ્‍યાનમાં રાખી સ્‍વૈચ્‍છિક રાજીનામા મંજુર કરવા.

વધુમાં આપત્રમાં જણાવ્‍યું હતું કે, આ  સ્‍વૈચ્‍છિક રાજીનામાને મંજુર કરવામાં નહી આવે તો અમો ગાંધી ચિંધ્‍યા માર્ગે જલ્‍દમાં જલ્‍દ આંદોલન અને આત્‍મવિલોપન કરવાની  ચીમકી ઉચ્‍ચારવામાં આવી હતી.  તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારની રહેશે. કોઈપણ યુનિયન ધ્‍વારા રજુઆત કરવામાં આવ્‍યે તો તે તદ્દન ખોટી છે, સફાઈ કામદારો પોતે અભણ અને અજ્ઞાન છે. તો આ પ્રશ્ન વહેલી તકે ઉકેલવા માંગ કરવામાં આવે છે.

(3:48 PM IST)