<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ગુજરાત કોમન એડમીશન સર્વિસ પોર્ટલ પુનઃ ખોલાયુઃ ડો.દર્શિતા શાહની રજુઆત ફળી

બી.એ., બી.કોમ., બી.બી.એ., બી. એસ. સી. વગેરેના પ્રવેશ માટે GCASમાં રજીસ્‍ટ્રેશન ફરિજીયાતઃ ટૂંકા સમયથી વિદ્યાર્થીઓ નોંધણીથી વંચિત રહેતા : શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્‍યક્‍ત કરતા ધારાસભ્‍ય

  રાજકોટ તા. ૧૧ :. ધોરણ -૧૨ નું  પરિણામ જાહેર થયા બાદ યુનીવર્સીટી અને કોલેજોમાં  પ્રોફેશનલ કોર્ષ સિવાય બી.એ.,બી.કોમ.,બી.બી.એ.,બી.એસ.સી,બેચરલ ઓફ ઇન્‍ટીરીયલ ડીઝાઈનર વગેરેનો પ્રવેશ માટે GCAS પોર્ટલમાં રજીસ્‍ટ્રેશન ફરજીયાત છે. આ રજીસ્‍ટ્રેશનનો ગાળો ટૂંકો હતો.તે સંદર્ભ રજુઆતો અન્‍વયે ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ દ્વારા શિક્ષણ મંત્રી  ઋષિકેશભાઇ પટેલ ને રજુઆત કરેલ તેઓએ જણાવેલ કે રજીસ્‍ટ્રેશનનો ગાળો ટૂંકો હોવાને પરિણામે ઘણા વિદ્યાર્થીઓ આ કાર્યવાહી થી અજાણ હોય.તેવી અમોને રજુઆત આવેલ અને વિદ્યાર્થીના હિતમાં આ સંદર્ભ આરોગ્‍ય મંત્રીશ્રીને બીજીવાર પોર્ટલ ખોલવા રજુઆત કરેલ તેથી બાકી રહેતા વિદ્યાર્થીઓનો સમાવેશ આ અંગે  મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જરૂરી આદેશ કરી પોર્ટલ ને પુનઃ ખોલવામાં આવેલ જેથી બાકી રહેતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાયેલી.

આ અંગે ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતાબેન શાહ  દ્વારા વિદ્યાર્થીના હિતમાં કરેલ નિર્ણયને આવકારી શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ નો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:50 PM IST)