તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 11th July 2024
પ દિ‘માં કોર્પોરેશન જો ખાડા ન પુરે તો અમને જાણ કરો, અમે પુરશું !
ગોપાલ અનડકટ (મો. ૮૦૦૦૦ ૦૩૦૦૩), જસવંતસિંહ ભટ્ટી (મો. ૯૮રપર રર૦રર), રણજીત મુંધવા (મો. ૯૩૭૪૧ ર૪૩૩પ), પ્રભાત ડાંગર (મો. ૯૭ર૩૦ ૮૮૮૮૮), ઘનશ્યામસિંહ જાડજા (૯પ૭૪૪ ૦૦૦૯૦)ની ચેલેન્જ : શહેરના તમામ ખાડા સ્વ.ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી કોગ્રેસ બુરી આપશે. : મોટી જાહેરાત

રાજકોટઃ શહેરમાં જે મનપાના ભ્રષ્ટ વહીવટને લીધે વરસાદ બાદ ખાડા નગરી બની ગઈ છે તેની છબી સુધારવાની મુહિમ કોંગ્રેસે ઉઠાવી છે. ગોંડલ રોડ નજીક કોંગ્રેસ દ્વારા સ્વ.ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી ખાડા બુરવાનું પ્રજાલક્ષી કામ છતાં ભાજપના સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ આ મોરમ મનપા પાસેથી લઈ ગયાનું નિવેદન આપ્યું છે. આગામી પાંચ દિવસમાં જો કોર્પોરેશન કામ નહીં કરે તો કોંગ્રેસ શહેરભરના તમામ ખાડા બુરશે અને જે વિસ્તારમાં ખાડાઓની ફરીયાદો આવશે તે વિસ્તારના ભાજપના કોર્પોરેટર તથા ધારાસભ્યના ઘરની બહાર ધરણા કરી ‘‘આ બધા નેતાઓ ગાયબ''નામના પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવવામાં આવશે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના સેક્રેટરી ગોપાલ અનડકટ એક યાદીમાં જણાવે છે.
વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારે ગોંડલ ચોકડી પાસે રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓમાં સ્વખર્ચે મોરમ પાથરી ખાડા બુરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામ હકીકતે મનપામાં બેઠેલા ભાજપના સતાધિશોનું છે પણ સતાધિશોને કોંગ્રેસે કરેલા આ પ્રજાલક્ષી કામમાં પણ પેટમાં તેલ રેડાયું હોય તેમ જશ ખાટવા માટે એવુ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસે જે મોરમ પાથરી છે તે કોર્પોરેશને આપેલી હતી. જયારે હકીકત એ છે કે આ મોરમ સ્વ. ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી પાથરવામાં આવી હતી. આ પરિવારના સહયોગથી અગાઉ કોરોનાકાળમાં ગરીબોને અનાજની કિટનું વિતરણ, માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘવારીના સમયમાં સામાન્ય પરિવારોને આ જ ટ્રસ્ટના સહયોગથી રાહત દરે શાકભાજી વિતરણ સહિતની સેવાકીય પ્રવળતિઓ કરવામાં આવી છે.ે આગામી દિવસોમાં પણ સ્વ. ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી કોંગ્રેસ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર પડેલા તમામ ખાડાઓમાં મોરમ નાખી બુરવાની કામગીરી કરવામાં આવશે. જો કે તે પૂર્વે કોંગ્રેસ દ્વારા મનપાને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો કોર્પોરેશન પોતાના દ્વારા કરવામાં આવતી કામગીરી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ભાજપના જે વિસ્તારમાં ખાડા હશે તે વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યોના ઘરની બહાર ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.
રાજકોટના રાજમાર્ગો ઉપર થયેલો ભ્રષ્ટાચાર ખાડા રૂપે બહાર આવ્યો છે. દરરોજ ખાડામાં અનેક વાહનચાલકો પડે છે અને ઇજા પહોંચે છે તેમ છતાં સતાધિસોના પેટનું પાણી હલતું નથી. ત્યારે આ જોખમી ખાડાઓને લીધે જો કોઈને ઇજા થશે કે કોઈનો જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપના નગરસેવકોની રહેશે. તેમ અંતમાં કોંગ્રેસ આગેવાન ગોપાલ અનડકટ, જશવંતસીંહ ભટ્ટી, રણજીત મુંધવા, પ્રભાત ડાંગર, ઘનશ્યામસીંહ જાડેજા એ જણાવયુ છે.
(3:52 PM IST)










