<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ગ્રામીણ લોકોની સુખાકારી માટે સરકારની આરોગ્‍યલક્ષી યોજનાઓ અમલમાં: પ્રવીણાબેન

જિલ્લા પંચાયત દ્વારા સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સેમીનાર : લોકો સરળતાથી આરોગ્‍ય સેવાનો લાભ લઇ શકે છેઃ ડો.નવનાથ ગવ્‍હાણે

આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આરોગ્‍ય વિષયક સેમીનારમાં પ્રવીણાબેન રંગાણી, ડો.નવનાથ ગવ્‍હાણે, ડો. પપ્‍પુકુમાર સિંઘ વગેરે હાજર રહ્યા હતા

રાજકોટ,તા. ૧૧:  જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્‍વમાં દેશ નવી ઉર્જા, નવા વિચાર સાથે નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે. અત્‍યારે મોદીજીના શાસન કાળમાં દેશ આરોગ્‍ય, શિક્ષણ,કૃષિ, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે અનેક નવી ઊંચાઇઓ સર કરી રહ્યો છે ત્‍યારે રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી .આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સર્વાંગી અને સર્વસ્‍પર્શી વિકાસ થઈ રહ્યો છે.રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓ અમલ માં છે આ યોજનાઓ નો વધુ ને વધુ લોકો ગ્રામ્‍યકક્ષાએ સરળતા પૂર્વક લાભ લઇ શકે અને ગ્રામ્‍યલોકોની સુખાકારી વધે તે માટે જિલ્લા પંચાયતનાં આરોગ્‍ય વિભાગનાં આરોગ્‍ય કર્મચારીઓ અને મેડિકલ ઓફિસર્રો દ્વારા આ યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માં આવે છે.

આ કામગીરીમાં જીલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સહયોગ મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પંચાયતનાં પદાધિકારીઓ,સદસ્‍યશ્રીઓ અને આરોગ્‍ય વિભાગના અધિકારીઓ ની ઉપસ્‍થિતમાં જિલ્લા પંચાયત રાજકોટ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો.આ સેમિનારમાં આરોગ્‍ય વિભાગ ની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓ જેવી કે  તબીબી સહાય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ યોજનાઓના લાભો વધુમાં વધુ ગ્રામ્‍યલોકો ને સરળતા પૂર્વક મળી રહે તે માટે પોતપોતાના વિસ્‍તારમાં આ યોજનાઓ અંગે માહિતી ગ્રામ્‍ય વિસ્‍તાર માં દરેક લોકો સુધી પહોંચાડવા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણિ એ ઉપસ્‍થિત તમામ મહાનુભાવોને અનુરોધ કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગૌહાણે સાહેબે પણ આરોગ્‍ય વિભાગને લગત યોજનાઓ બાબતે માહિતી આપી માર્ગદર્શન આપેલ હતું. કેન્‍દ્ર અને રાજય સરકારના આ માનવીય અભિગમ થી ગ્રામજનોને પોતાના ગામના આંગણે જ તમામ પ્રકારના  રોગો ની પ્રાથમિક સારવાર અને સહાય ઉપલબ્‍ધ બનશે અને ગ્રામજનો સરળતાથી આરોગ્‍યલક્ષી સેવાઓનો લાભ લઇ શકશે. 

આ સેમિનારમાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગૌહાણે,જિલ્લા પંચાયતનાં સદસ્‍યશ્રી ગીતાબેન ટીલાળા, શ્રી કંચનબેન બગડા, જયોત્‍સનાબેન પાનસુરીયા, શ્રી વિરલભાઈ પનારા, શ્રી મોહનભાઇ દાફડા, સવિતાબેન ગોહેલ, સુમાબેન લુણાગરિયા, ગિરિરાજસિંહ જાડેજા,પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, જનકભાઈ ડોબરીયા, પરેશભાઈ રાદડિયા,વિનુભાઈ ધડુક, કિસનભાઈ ઠુંમર, તથા આરોગ્‍ય વિભાગનાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. પપ્‍પુકુમાર સિંઘ,આર. સી. એચ.ઓ.ડો. જયેશભાઈ પોપટ, ડી. એમ.ઓ.ડો. ઉપાધ્‍યાય સાહેબ,આરોગ્‍ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ  ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:52 PM IST)