News of Thursday, 11th July 2024
શહેરના ત્રણેય ઝોનમાં થશે જન્મ-મરણ નોંધની કામગીરીઃ મનપાનો પ્રજાલક્ષી નિર્ણય
અગાઉ જે-તે ઝોનમાં જ નવી નોંધણી, સુધારા થઇ શકતાઃ ૨૦૦૨ બાદના તમામ જન્મ-મરણના કિસ્સાને આવરી લેવાયાઃ વોર્ડ ઓફીસે પણ અરજી આપી શકશે

રાજકોટ, તા. ૧૧: મહાનગરપાલીકાના વિસ્તાર હેઠળ આવતી ઝોન કચેરીઓ ખાતે જન્મ અને મરણ નોંધણીની થતી કામગીરીમાં જાહેર જનતાને બહોળો લાભ મળે અને તેઓના વિસ્તારની નજીકની ઝોન ઓફીસ ખાતેથી જન્મ અને મરણ નોંધણી સંબંધી કામગીરીનો લાભ મળી રહે તે હેતુથી રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની મધ્યઝોન ખાતે થતી કામગીરીને ડિઝીટલ ભારતના ભાગ રૂપે હવેથી પヘીમ ઝોન કચેરી તેમજ પુર્વ ઝોન કચેરી ખાતે પણ થઇ શકશે.
જન્મ મરણ નોંધણીની વર્ષ ૨૦૦૨ બાદના તમામ રેકર્ડ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિઝીટલી સ્ટોર કરવામાં આવેલ છે આ તમામ રેકર્ડમાં રહેલે સેવાઓનો લાભ અરજદારોને નજીકની ઝોન કચેરી ખાતેથી મળી રહેશે. જેમાં જન્મ નોંધમાં બાળકના નામ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે - સને ૨૦૦૨ બાદ અને સને ૨૦૨૦ સુધીના તમામ જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર / બોનાફાઇડ સર્ટી મુજ્બ બાળકનું નામ દાખલ કરી શકાશે તેમજ વિશેષ કોઇ દસ્તાવેજની જરૂરીયાત રહેશે તેની માહિતી આપવામાં આવશે.
જન્મ કે મરણ નોંધણીમાં સુધારાકરવામાં આવશે - સને ૨૦૦૨ બાદ અને સને ૨૦૨૦ સુધીના તમામ રેકર્ડમાં કોઇપણ જન્મ કે મરણની નોંધમાં કોઇ ચુક રહી ગયેલ હોય તેવા કિસ્સામાં અરજદારો દ્વારા સંબંધીત પુરાવાઓ કે જે સુધારા ફોર્મમાં દર્શાવેલ છે તે સુધારા અર્થેના દસ્તાવેજો રજુ કરવાથી આ તમામ સુધારા જન્મ મરણ નોંધણી અધિનિયમ (એમેન્ડમેન્ટ એક્ટ)- ૨૦૨૩ ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે.
ઘરે બનતા જન્મ ના બનાવની નોંધણી કરવામાં આવશે - જે બાળકનો જન્મ ધરે થયેલ હોય તેવા કિસ્સમાં બાળકના વાલી દ્વારા તેની નોંધણી કરાવવાની રહે છે તે બાળકના માતાનું મમતા કાર્ડ, બાળકના માતા તેમજ પિતાના ઓળખ કાર્ડની નકલ જેમાં જે જગ્યાએ પ્રસુતી થયેલ હોય તે સ્થળનું સરનામું હોવુ જોઇએ અન્યથા પ્રસુતી થયેલ હોય તે સ્થળનું લાઇટ બીલ, વેરા બીલ રજુ કરવાનું રહેશે. અને જરૂરી દસ્તાવેજો રજુ થયે શાખા દ્વારા વિશેષ કોઇ દસ્તાવેજ ની જરૂરીયાત અર્થે માર્ગદર્શન આપવામાં આવશે.
ઘરે બનતા મરણ ના બનાવની નોંધણી કરવામાં આવશે - જે કોઇ વ્યક્તિનુ મળત્યુ ઘરે થયેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરશ્રીના મરણ અંગેના સર્ટીફીકેટ થકી નજીકના ફાયર સ્ટેશન પર મરણ ની નોંધણી કરાવવાની રહે છે. તેમ છતા આ ફાયર સ્ટેશન ઉપર નોંધણી રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરશ્રીના મરણ સંબંધી સર્ટીફીકેટ સહ મળતકના ઓળખ કાર્ડ સહ શાખામાં નોંધણી કરાવવાની રહે છે. અને જરૂરી દસ્તાવેજો રજુ થયે શાખા દ્વારા વિશેષ કોઇ દસ્તાવેજ ની જરૂરીયાત અર્થે માર્ગદર્શન આપવામાં આવશે.
વિશેષ માહિતી માર્ગદર્શન ત્રણેય ઝોન ખાતે જન્મ મરણ સુપ્રીટેન્ડન્ટ અથવા જન્મ મરણ સબરજીસ્ટ્રારનો સંપર્ક કરી મેળવી શકાશે.
(4:12 PM IST)










