News of Friday, 12th July 2024
લોખંડનો ડેલો છકડામાં ભરી ભાગેલા સગીરને પકડી લેવાયો
એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગરની ટીમે મુદ્દામાલ સાથે પકડી એ-ડિવીઝન પોલીસને સોંપ્યો-

રાજકોટ તા. ૧૨: શહેરના ભૂપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા સામેની શેરીમાં રહેતાં કમલેશભાઇ હિન્ડોચાના ઘરનું કામ ચાલુ હોઇ તેમણે લોખંડના બે ડેલા કાઢીને બહાર રાખ્યા હતાં. તેમાંથી આઠ હજારનો ૧૦×૪ની સાઇઝનો એક ડેલો ચોરાઇ ગયો હતો. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૧ ટીમે ઉકેલી એક સગીર છકડોચાલકને પકડી ડેલો તથા જીજે૦૩એડબલ્યુ-૮૨૩૦ નંબરની છકડો કબ્જે કરી વધુ તપાસ માટે એ-ડિવીઝન પોલીસને સોંપ્યો હતો.
હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. સત્યજીતસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી, ધર્મરાજસિંહ, દિવ્યરાજસિંહ, હિતેષભાઇ, સત્યજીતસિંહ, રવીરાજભાઇ સહિતની ટીમ જોડાઇ હતી.
(2:05 PM IST)










