<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

કવિ દુલાભાયા કાગને શબ્‍દાંજલી : એક અનોખો કાર્યક્રમ યોજાયો

રાજકોટ : ગુજરાત રાજય નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ઓમકારા આર્ટસનાં ગૌતમ જોશી દ્વારા છંદ, ભજન, દુહા અને લોકસાહિત્‍યનો એક અનોખો કાર્યક્રમ ‘આવકારો' શીર્ષકતળે યોજાય ગયો. કાર્યક્રમની પરિકલ્‍પના, વિભાવના તેમજ સંચાલન ગુણવંત ચુડાસમા દ્વારા કરાયુ હતુ.  લોકસાહિત્‍યકાર રાજુભાઇ ગઢવી અને લોકગાયક સંદિપ પ્રજાપતિએ લોકસાહિત્‍ય પીરસીને તેમજ ગુણવંત ચુડાસમાએ હાસ્‍ય રસ રેલાવી સૌને રસતરબળો કરી દીધા હતા. રાજગોર જ્ઞાતિ પુનિત પરિવારના ઉપપ્રમુખ પ્રવિણભાઇ જોશી દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે અનંત ફાઉન્‍ડેશનના પ્રમુખ જયરાજસિંહ ગોહિલ તેમજ અતિથિવિશેષ તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા તેમજ રાજકોટ સાયન્‍સ સેન્‍ટરના પ્રોજેકટ ડાયરેકટર ડો. સુમિત વ્‍યાસ ઉપસ્‍થિત રહેલ. સાજીંદાઓમાં મિલન પંડયા, આકાશ પટેલ, વિક્રમ સોલંકી, અરવિંદ વ્‍યાસ, ભાવેશ મિસ્ત્રીએ કલા પ્રસ્‍તુતી કરી હતી.

(2:27 PM IST)