News of Saturday, 13th July 2024
રણુજા વિસ્તારની ૧૭ વર્ષની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો
સગીરાની માતાની આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: રણુજા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.મળતી વિગત મુજબ રણુજા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા તા. ર૧/૬ના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા આજીડેમ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એ. આર. રાઠોડે તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)










