તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 13th July 2024
પૂ. ગુણીજી મ.સ.નો કાલે ચાતુર્માસ પ્રવેશ
પૂનામાં પૂ. વિમળાજી મ.સ. ચાતુર્માસ પ્રવેશ યોજાયો

રાજકોટ તા. ૧૩: પૂ. શ્રી ધીર ગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. વિમળાજી મ.સ., પૂ. પદ્માજી મ.સ., પૂ. જિજ્ઞાજી મ.સ.નો તા. ૧રના પૂના-દોઢીવાલા જૈન ભવનમાં મંગલ પ્રવેશ યોજાયેલ. આ પ્રસંગે સુભાષભાઇ પટેલ, મુકેશ પટેલ, સતીશ પટેલ, માલતીબેન આશરા વગેરે ઉપસ્થિત રહેલ. સંઘ પ્રમુખ શૈલેશ ઉદાણી વગેરે ચાતુર્માસને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.રાજકોટ-વૈશાલીનગરમાં શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ ખાતે તા. ૧૪ને રવિવારે સવારે ૮ કલાકે પૂ. ગુણીજી મ.સ., પૂ. લીનાજી મ.સ.નો ચાતુર્માસ પ્રવેશ યોજાયેલ છે.
(2:59 PM IST)










