News of Sunday, 14th July 2024
રાજકોટના ૮ સહિત ૧૭૧ રાજયવેરા નિરિક્ષકોની બદલીઃ સોમવારે હાજર થવા આદેશો

રાજકોટ તા. ૧૩ :.. રાજયના વેરા વિભાગમાં મોટાપાયે બદલીનો ઘાણવો ૧૭૧ જેટલા રાજયવેરા નિરીક્ષકોની બદલી કરાઇ છે, આ તમામને સોમવારે હાજર થવા આદેશો કરાયા છે. બદલીઓમાં ભાવનાર રિધ્ધિ પંડયા, કિરણભાઇ વાઘેલા, હિરલ કકકડ, હેતલબેન ગોહીલ, ઓમદેવસિંહ ચુડાસમા, જીમી પટેલ, યાસીન ખત્રી, રાજકોટના ગિરીશભાઇ ગોહીલ, નૈના ઘાડીયા, ભગવાનજીભાઇ કુંભરવડીયા, ચીમનભાઇ ગમારા, આરતી ભેંસદડીયા, મેઘાબેન વડુકીયા, મહેન્દ્ર ચૌહાણ, હસમુખ ધંધુકિયા, સુરેન્દ્રનગરના દીપકભાઇ જેસડીયા, ધ્રાંગધ્રાના જિનેશભાઇ રામાનુજ ધોરાજીના હેતલ બારૈયા સહિતનો સમાવેશ થાય છે.
(10:04 AM IST)










