તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 14th July 2024
રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડના મોટાબાપુ અને આહિર સમાજના આગેવાન કાનાભાઇ કાનગડનું ૯ર વર્ષની વયે દુઃખદ નિધનઃ બપોરે ૩ વાગે સ્મશાન યાત્રા

રાજકોટઃ રાજકોટઃ સ્વ. કાનાભાઈ લક્ષ્મણભાઈ કાનગડનું ઉં. વ. ૯૨નું તા. ૧૪/૭/૨૦૨૪ના રોજ ગૌલોકવાસ થયેલ છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
સદગતની સ્મશાનયાત્રા
તા. ૧૪-૭-૨૦૨૪, રવિવાર
બપોરે ૩ કલાકે રવાના થશે
સ્થળ
હેમરત્ન પેલેસ, ૬ પ્રહલાદ પ્લોટ, પેલેસ રોડથી નીકળી રામનાથપરા સ્મશાને જશેે.
લી.
જયપ્રકાશ કાનાભાઈ કાનગડ પુત્ર
પ્રશાંત નવીનભાઈ કાનગડ પૌત્ર
દેવર્ષ જયપ્રકાશ કાનગડ પૌત્ર
મો. 9428207417
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નામ : કાનાભાઈ લક્ષ્મણભાઈ કાનગડ (આહીર)
પિતાનું નામ: લક્ષ્મણભાઈ મેરામભાઇ કાનગડ
માતાનું નામ: મીણબાઈબેન લક્ષ્મણભાઈ કાનગડ
જ્ઞાતિ: મચ્છોયા આહીર (યાદવ)
જન્મ તારીખ: ૧૩-૦૧-૧૯૩૩
જન્મ સ્થળ: રાજકોટ, ગુજરાત
ઉમર: ૮૮ વર્ષ
રહેઠાણ: “હેમ-રત્ન પેલેસ” ૬- પ્રહલાદ પ્લોટ કોર્નર, પેલેસ મેઈન રોડ, રાજકોટ ૩૬૦૦૦૨
વ્યવસાય: ખેતી, વેપાર
મોબાઈલ નં. ૯૪૨૮૨ ૦૭૪૧૭
કાનાભાઈ કાનગડ વિષે માહિતી:
• ૧૯૬૮ થી રામમઢી બળદાયી હનુમાનના પ્રમુખ તેમજ ૨૦ વર્ષ ઉપર રોજ અન્નક્ષેત્ર ચલાવતા અને વર્ષે ૫૦ મણ જેટલા ગુંદી ગાંઠિયા, ચણાનું અન્નક્ષેત્ર ચલાવતા.
• ૧૯૭૫ થી કનકનગર કો-ઓપેરેટીવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ
• ૧૯૮૦ થી લોકશાહી રખેવાળ જૂથના પ્રમુખ
• રાજકોટ શહેરની મોટામાં મોટી બજાર પરાબજાર (મહાત્મા ગાંધી રોડ)ના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે.
• આહીર સમાજ આગેવાન તથા સામાજિક કાર્યકર
• લોક સભા ચૂંટણી સભ્ય (ત્રણ વખત અપક્ષ કાર્યકર ચૂંટણી લડ્યા, છેલ્લે ૨૭૦૦૦ મત મળ્યા હતા)
• “સત્યયુગ ટાઈમ્સ” ગુજરાતી માસિક સમાચારના એડિટર અને પબ્લીશર હતા.
• ખોડીયાર નગરમાં આશરે ૨૦૦ વીઘા સરકારી જમીન ૫૦ પૈસા વાર લેખે ગરીબ માણસોને વેંચી આપેલ.
• ૧૯૬૨માં રાજકોટ એસોસીએશન (મજુર)ના પ્રમુખ અને તે વખતે હડતાલ કરેલ હતી અને તે હડતાલ ૪ દિવસ ચાલેલી અને ત્યારબાદ કલેકટર અને DySPસમક્ષ સમાધાન થયેલ હતું.
• કાનાભાઈ આહીર દ્વારા રાજકોટ શહેરમાં રેકડા એસોસીએશનની રચના કરેલી જે એસોસીએશનમાં સારો એવો સહકાર કરીને તે વખત કલેકટર ચુડાસમાએ મજુરોને ન્યાય આપેલો.
• મેનકા ગાંધીએ નવો પક્ષ રચ્યો ત્યારે રાજકોટ થી દિલ્હી ગયેલા અને મેનકા ગાંધીને સમર્થન કરેલ
• રાજકોટમાં મોરબી હોનારત વખતે ઢેબર ચોકમાં ૧.૫ વર્ષ ઢેબર ચોક કબજે કરીને રહેણાંકની જમીનની માંગણી કરેલી જેમાં સરકારશ્રીએ આજી વસાહત, ઉદ્યોગનગરમાં જમીનની બાંટણી કરવામાં આવેલ.
• મોરબી હોનારત વખતે રાજકોટ શહેરમાં ભગવતીપરામાં દરેક મેમ્બરને ૫૦ વાર જમીન મફત આપેલી.
• મોરબી હોનારત વખતે લોકશાહી રખેવાળ જૂથ તરફથી લોકોને ખોરાક, રાશન, વગેરે આપવામાં આવેલ હતું.
• કાનાભાઈ આહિરે મોરબી હોનારત વખતે લાશોના ઢગલા ને ઢગલાને અગ્નિદાહ કરેલ છે કલેકટર બેનર્જી વખતે રાજકોટ શહેરમાં આવા અનેક કામો કાનાભાઈ આહિરે સૌજન્ય અને શાંતિપૂર્વક ઉકેલ કરેલ છે.
• ઘેડ હોનારત વખતે મજુર અને માલધારીઓને થાળી, વાટકા, કપડા, તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડેલી તે વખતના કેશોદના પ્રમુખ લક્ષ્મણ વીરની હાજરીમાં આપેલ.
• આહીર જ્ઞાતિમાં આજથી ૬૦ વર્ષ પહેલા આહીર જ્ઞાતિમાં કુરિવાજોને નાબુદ કરવા આશરે રાજકોટ શહેરના અન્ય ગામડાઓમાં ફરીને પચીસેક જેટલી સભાઓ અને મીટીંગો કરેલી જેમાં સારો આવકાર મળેલ હતો.
• રાજકોટ શહેરમાં માલધારી વસાહતનો પ્રશ્ન ઉકેલ નિમિતે રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશ્નર (નહેરા) વખતે અનેક માલધારીઓને જમીનની વ્યવસ્થા કરી આપેલી છે જે હાલ પણ મોજુદ છે.
• ઇન્દિરા ગાંધીએ જીણાભાઇ દરજી વખતે જે ૨૦ મુદાનો કાર્યક્રમો ગરીબો માટે કરેલો તેમાં પણ કાનાભાઈ આહીરએ સારો એવો સપોર્ટ કરેલો હતો.
• રતુભાઈ અદાણી, ઇન્દિરા ગાંધી જેવા અનેક નેતાઓની સાથે કમ કરીને કેશોદમાં રતુભાઈ અદાનીએ જે ટી.બી. હોસ્પિટલ બનાવી તેમાં પણ રાજસ્થાનમાંથી ભાંગેલ તૂટેલ મૂર્તિઓ પહોચાડવાનું કામકાનાભાઈ આહિરે રતુભાઈ અદાણીને સહકાર સાથે કરેલું.
• કાનાભાઈ આહિરે આવા અનેક લોક જાગૃતિ, સેવાના કામો કરેલ છે તેમજ આજે કાનાભાઈ લક્ષ્મણભાઈ કાનગડ (આહીર) ૮૮ વર્ષની ઉમરે પણ સરકારને મદદ કરવા અને લોકોને મદદ કરવા જરાપણ આળસ કે કચાસ રાખતા નથી હજી આવા અનેક મુદ્દાઓ પોતાના જીવનમાં બનેલ છે જે આપની સમક્ષ રજુ કરી શકેલ નથી છતાં ઇન્દિરા ગાંધીથી શરૂઆત કરીને ગુજરાતમાં મુખ્મંત્રી જીવરાજ મહેતા થી આજ સુધીના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધીના દરેખ મુખ્યમંત્રીના અંગત પરિચયમાં કાનાભાઈ કાનગડએ કામ કરેલ છે.
(11:47 AM IST)










