News of Monday, 15th July 2024
ખોડલધામ સોસાયટીના ઇમિટેશનના ધંધાર્થી રવિ પીપળીયાએ પોતાના કારખાનામાં ઝેર પીધું
વ્યાજખોરીમાં ફસાઇ જતાં અને દોઢથીબે કરોડના દેણામાં આવી જતાં લેણદારો સતત હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: કુવાડવા રોડ મેંગો માર્કેટ પાછળ ખોડલધામ સોસાયટી ગેઇટ નં. ૭માં રહેતાં રવિભાઇ ભીખાભાઇ પીપળીયા (ઉ.વ.૨૭) નામના ઇમિટેશનના ધંધાર્થીએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૃપતી મેઇન રોડ પર આવેલા પોતાના બંસી ઇમિટેશન નામના કારખાનામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
રવિભાઇ પીપળીયા બે ભાઇમાં મોટા છે અને સંતાનમાં બે પુત્રી છે. તેના નાના ભાઇ દિલીપભાઇએ જણાવ્યું હતું કે રવિભાઇએ એક વર્ષ પહેલા ધંધાના કામે સંત કબીર રોડના શખ્સ પાસેથી ૫૦ હજાર સાત દિવસ માટે ઉછીના લીધા હતાં. જેનું રોજનું લાખ રૃપિયા વ્યાજ માંગવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યાજ ચુકવવા માટે રવિભાઇ અલગ અલગ વેપારીઓ પાસેથી ઇમિટેશનનો માલ ખરીદતાં હોઇ તેની રકમ ચુકવવામાં ખેંચ ઉભી થતાં જે માલ ખરીદ કર્યો હોય તે મુળ કિમત કરતાં સસ્તામાં વેંચવા મજબૂર થઇ જતાં હતાં. આ રીતે પચ્ચીસ ત્રીસ લોકોને નાણા ચુકવવાના ચડત થઇ ગયા હતાં. દોઢ બે કરોડનું દેણુ થઇ જતાં હવે ઉઘરાણી માટે સતત પ્રેશર થતું હોઇ તેના કારણે કંટાળી જતાં ઝેર પીવા મજબૂર થયા હતાં.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં બી-ડિવીઝનના હિતેષભાઇ જોગડાએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. રવિભાઇએ ઝેર પીતા પહેલા એક ચિઠ્ઠી લખી હોવાનું અને તેમાં કેટલાક નામો હોવાનું તેના ભાઇ દિલીપભાઇએ જણાવ્યું હતું. આક્ષેપોની ખરાઇ કરવા પોલીસ તપાસ કરી રહી છે.
(3:11 PM IST)










