News of Monday, 15th July 2024
ટોપ મોડલ સિઝન-૬ ફેશન શો માં રાજકોટનો ધ્રુવિન સાવલીયા વિજેતા

રાજકોટ : રાજસ્થાનના જયપુરમાં અગ્રવાલ પ્રોડકશન હાઉસ ખાતે ઇન્ડિયા ટોપ મોડલ સિઝન-૬ ફેશન શો નું આયોજન થયુ હતુ. જેમાં રાજકોટના ધ્રુવિલ ચંપકભાઇ સાવલિયાએ ભાગ લઇ વિજેતા બન્યા હતા. સાથે મિ. એન્વાયરમેન્ટનો ખિતાબ હાંસલ કર્યો હતો. લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધારનાર ધ્રુવિન સાવલીયા પર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:12 PM IST)










