<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

સરળ વ્‍યકિત્‍વને સાર્થક કરનાર ભૂપેન્‍દ્રભાઇને હેપી બર્થડેઃ મુકેશ દોશી

રાજકોટઃતા.૧૫: શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ આજે તા. ૧૫/ ના રાજયના મૃદુ, મકકમ અને પારદર્શી સરકારના પ્રણેતા લોકલાડીલા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે.

સરળ અને નીખાલસ મુખ્‍યમંત્રીની ઓળખ ધરાવતા ભુપેન્‍દ્રભાઇ પટેલ ખરા અર્થમાં એક સાહસિક સેવક અને સરળ સ્‍વભાવ થી ગુજરાતની ઘુરા સંભાળી રહ્યા છે. અને સમગ્ર રાજયની પ્રજાને સુશાસનનો અનુભવ થઇ રહ્ય ો છે.

તેઓ દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ગુજરાતની વિકાસ યાત્રાની કેડીને સફળતાપૂર્વક રીતે આગળ વધારી રહ્યા છે. એમ અંતમાં જણાવી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

(3:48 PM IST)