<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

નારી શકિત ઝીંદાબાદના નારા લગાડી ભાજપના મહિલા કોર્પોરટરો વેલ સુધી ધસી ગયા : સાગઠીયાએ મેયરનું અપમાન કર્યાનો આક્ષેપ : માફીની માંગ

બોર્ડ પુરૂ થવાની ૧પ મીનીટ પહેલા કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર કઢાયા

રાજકોટ,તા. ૧૮ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠક તોફાની બની હતી. જનરલ બોર્ડમાં સભા અધ્‍યક્ષ મેયર નયનાબેન પેઢડીયાનું કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ અપમાન કર્યું હોવાનો આક્ષેપ ભાજપના કોર્પોરેટરો દ્વારા લગાવવામાં આવ્‍યો હતો. આ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરો વેલ સુધી ધસી આવ્‍યા હતા.તેઓએ નારી શક્‍તિ જિંદાબાદ.. નારી શક્‍તિ જિંદાબાદ.... જેવા સૂત્રો પોકાર્યા હતા અને વશરામભાઈ શહેરના પ્રથમ નાગરિકને માફી માંગે તેવી માગણી પણ કરી હતી.

 દરમિયાન સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યું હતું કે વશરામભાઈ જે શબ્‍દો બોલ્‍યા છે તેનાથી શહેરના પ્રથમ નાગરિકનું અપમાન થયું છે.બોર્ડની ગરિમાનું હનન થયું છે મેયરે પોતાનો પાવર વાપરી તમામ કોંગી કોર્પોરેટરોને બોર્ડની બહાર કાઢવામાં આવે તેવી માગણી કરી હતી.આ માગણીને ભાજપના અન્‍ય કોર્પોરેટરોએ પણ ટેકો આપ્‍યો હતો.

દરમિયાન સભાસ્‍થાનેથી મેયર નયનાબેન પેઢડીયાએ બોર્ડમાં હાજર ફાયર બ્રિગેડના તમામ માર્શલને કોંગ્રેસના કોર્પોરેટરોને સભા ગળહની બહાર કાઢવામાં આવે ની સુચના આપતા ફાયર બ્રિગેડના જવાનોએ કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલ દાઉદાણી અને કોમલબેન ભરાઈને સભા ગળહની બહાર કાઢયા હતા. મેયર વિશે જ્‍યારે વશરામભાઈ સાગઠીયા કે એવું કહ્યું કે તેઓને કેસેટ ચડી ગઈ છે આ એક જ વાત મેં ૫૦ વાર સાંભળી છે.આ મુદ્દાને ભાજપના કોર્પોરેટરો એ બરાબર ઉપાડી લીધો હતો અને આ શબ્‍દથી મેયરનું અપમાન થયું છે તેવું કહી ભારે હંગામો મચાવ્‍યો હતો   કાળ પૂરો થવાને આડે માત્ર ૧૫ મિનિટનો સમય બાકી હતો ત્‍યારે કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરોને બહાર કાઢવામાં આવ્‍યા હતા.

(3:34 PM IST)